Ambaji News: અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને વીઆઈપી દર્શન કરી શકાશે. આ બાબત પર આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું કે મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનીટ નથી. હાલમાં જ આપને જણાવી દઈએ કે ડાકોર મંદિરમાં પણ સન્મુખ દર્શનના નામે ભગવાનના નજીકથી દર્શન કરવા હોય તો ચાર્જ લેવામાં આવે છે રૂપિયા 250 અને 500ના ચાર્જ લેવાના શરૂ કરાયા છે. અહીં ડાકોરના મંદિરનું તંત્ર પણ ભુખ્યા વરુ જેવી હરકતો કરતું દેખાય છે અને મંદિરે હાલમાં જ આ નિર્ણયને પાછો નહીં ખેંચવાનું નક્કી કરી લીધું હોવાના પણ અહેવાલો સામે આવી ચુક્યા છે. જોકે આ તરફ અંબાજી મંદિરના તંત્રનું કહેવું છે કે આવા કોઈ વીઆઈપી ચાર્જ લેવાતા નથી. તો પછી જો વીઆઈપી કલ્ચર નથી તો સામાન્ય વ્યક્તિને પણ મંદિરના ગર્ભગૃહમાં પૂજન વિધિ કરવી હોય તો કેવી રીતે કરી શકે તે સવાલનો પણ જવાબ તંત્રને આપવો જોઈએ કારણ કે નેતાઓ અને અન્ય વીઆઈપીઓને તો લોકોએ સરળતાથી આ બધું કરતા જોયા છે.
ADVERTISEMENT
Morbi Bridge tragedy: SITના રિપોર્ટમાં સ્ફોટક ખુલાસો, કોર્પોરેશન અને ઓરેવાની સંયુક્ત બેદરકારી ખુલી
શું હતા કોંગ્રેસે લગાવેલા આરોપ
અંબાજી મંદિરમાં VIP દર્શન માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાના કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા છે. અંબાજી આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે અંબાજી મંદિરમાં 5 હજાર રૂપિયા લઈને દર્શન કરાવતા હોવાના આક્ષેપ લઈને વધુ એક વિવાદ સર્જ્યો છે. અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેમ તેમને જણાવ્યું હતું. અંબાજી આવેલા હેમાંગ રાવલે અંબાજી મંદિરમાં 5 હજાર રૂપિયા લઈને દર્શન કરાવતા હોવાના આક્ષેપ લઈને વધુ એક વિવાદ સર્જાયો છે. આ મામલે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ મીડિયાને માહિતી આપીને કોંગ્રેસના આ આક્ષેપો ફગાવ્યા હતા.
શું કહ્યું અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે. એ બાબતે સ્પષ્ટતા કરીએ તો મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે VIP પ્લાઝા છે ત્યાં પણ મંદિર તંત્રનો સ્ટાફ નિયમિત રૂપે બેસે છે અને ત્યાં યાત્રીકો સ્વેચ્છાથી જે પણ નાની મોટી રકમ લખાવવા માંગે છે ભેટ સ્વરૂપે લખાવીને દર્શન કરાવીએ છીએ. પણ જે 5000ની રકમનો અત્યારે ઉલ્લેખ ચાલી રહ્યો છે કે એને લઈને દર્શન કરવામાં આવે છે એ વાત બિલકુલ તથ્યહીન છે. આ વાતને લઇ અમે સંપૂર્ણ રીતે તેનો ખંડન કરીએ છીએ. આ ઉપરાંત આવનાર સમયમાં આ પ્રકારના કોઈ નિર્ણય લેવામાં આવશે અથવા તો બનાવવામાં આવશે તો એને યાત્રિકોની વિનંતીના આધારે જ કરવામાં આવશે.
ADVERTISEMENT