અંબાજી: યાત્રાધામ અંબાજીમાં માઈભક્તોને આપવામાં આવતા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે હવે શ્રદ્ધાળુઓમાં નારાજગી પ્રસરી છે. જોકે હજુ સુધી આ નિર્ણયને સત્તાવાર સમર્થન અપાયું નથી. ત્યારે મંદિર માટે પ્રસાદ બનાવવાનું કામ કરતી એજન્સીના સૂત્રો મુજબ નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર મળ્યો નથી અને એકાદ દિવસ સુધી ચાલે તેટલો જ પ્રસાદ હવે રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં મંદિરમાં દર્શને આવતા માઈભક્તોને મોહનથાળનો પ્રસાદ મળશે કે કેમ તે અંગે સવાલ છે.
ADVERTISEMENT
જિલ્લા કલેક્ટરે શું કહ્યું?
આ અંગે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે, અંબાજીમાં ચીકી માટે ટેન્ડર પૂરું થઈ ગયેલું હતું તે નવું આપ્યું છે. ભોજનનું પણ નવું ટેન્ડર આપ્યું છે, પરંતુ મોહનથાળનો સ્ટોક હાલમાં પડ્યો છે અટલે નવા ટેન્ડરની શરતો મુજબ સૂચના આપી નથી. બીજી તરફ પ્રસાદ બનાવવાનું કામ કરતી એજન્સી મુજબ માત્ર એક દિવસ ચાલે એટલો જ મોહનથાળનો પ્રસાદ સ્ટોકમાં છે. ત્યારે બંનેમાથી સાચું કોઈ એ પણ સવાલ થાય છે.
આ પણ વાંચો: ‘સુરત મ્યુનિ. કમિશનર મળતિયાઓને લાભ કરાવવા એજન્ટ બની ગયા છે’, હાઈકોર્ટ કેમ થઈ આકરા પાણીએ?
ફેબ્રુઆરીમાં 5.93 લાખ મોહનથાળના પેકેટ વેચાયા
નોંધનીય છે કે, શ્રાવણ માસમાં અંબાજી વહીવટી તંત્ર દ્વારા ચીકીનો પ્રસાદ સામેલ કરાયો હતો. ફેબ્રુઆરી મહિનાની જ વાત કરીએ તો એક મહિનામાં મોહનથાળાના 5.93 લાખ પેકેટ વેચાયા હતા. જ્યારે ચીકીના 62,300થી વધુ પેકેટ વેચાયા હતા. અને 2022ના વર્ષમાં 20 કરોડથી વધુના મોહનથાળના પ્રસાદનું વિતરણ થયું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT