મા અંબાએ પૂરી કરી માનતા, ઘરે ‘લક્ષ્મી’ જન્મતા માઇ ભક્તે અંબાજી મંદિરમાં લાખોનું સોનું દાન કર્યું

શક્તિસિંહ રાજપૂત: બનાસકાંઠા: જ્યારે ઘરે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે સામાન્ય રીતે લોકો પુત્ર માંતે માનતા રાખતા હોય છે પરંતુ સાણંદના માઇ ભક્તે દીકરીના જન્મ…

gujarattak
follow google news

શક્તિસિંહ રાજપૂત: બનાસકાંઠા: જ્યારે ઘરે બાળકનો જન્મ થવાનો હોય ત્યારે સામાન્ય રીતે લોકો પુત્ર માંતે માનતા રાખતા હોય છે પરંતુ સાણંદના માઇ ભક્તે દીકરીના જન્મ માટે માનતા રાખવામાં આવી હતી અને પુત્રીનો જન્મ થતાં તેમણે અંબાજી મંદિર ખાતે 251 ગ્રામ સોનાનું દાન કર્યું.

પુત્રી જન્મ માંતે રાખી હતી માનતા 
પુત્રીનો જન્મ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આજે બીજું નોરતું છે. અને અંબા માતાના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. ત્યારે આજે સાણંદના માઇ ભક્તના ઘરે પુત્રીનો જન્મ થતાં સોનુ દાન કર્યું હતું. મંદિર ખાતે પુત્રીને લઈને સોનું દાન કરવા પહોંચ્યા હતા. સામાન્ય રીતે લોકો પુત્ર માટે માનતા રાખતા હોય છે ત્યારે ભક્તે પુત્રી જન્મ ની માનતા માની હતી. પુત્રીનો જન્મ થતાં પરિવાર અંબાજી પહોંચ્યો હતો.

13.11 લાખના સોનાનું કર્યું દાન
ગત વર્ષે પણ શ્રદ્ધાળુ દ્વારા કોરોનાથી મુક્તિ મળતા 251 ગ્રામ સોનુ દાન કર્યું હતું. ગત વર્ષે સોનાનું દાન કર્યું ત્યારે તેમને માતાજીને માનતા માની હતી કે પોતાના પુત્રના ઘરે પુત્રી જન્મ થાય તો ફરીથી 251 ગ્રામ સોનુ માતાજીને દાન કરીશું. માતાજીએ મનોકામના પૂર્ણ કરતા ફરીથી સોનુ દાન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ ને નવરાત્રી નિમિત્તે સુવર્ણદાન મળ્યું. સોનાની કુલ કિંમત 13.11 લાખ આંકવામાં આવે છે. સો સો ગ્રામના બે બિસ્કીટ 50 ગ્રામનું એક બિસ્કીટ અને એક ગ્રામની લગડી એમ મળી કુલ 251 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું

    follow whatsapp