Ambaji Temple: ચાચર ચોક પાસે સંઘની લાઈનમાં યાત્રીકો વચ્ચે છૂટા હાથની મારામારી

Ambaji Temple: અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. એવામાં મા અંબાના ચરણોમાં શિશ ઝુકવવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ચાચરના ચોકમાં વહેલી સવારથી…

gujarattak
follow google news

Ambaji Temple: અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. એવામાં મા અંબાના ચરણોમાં શિશ ઝુકવવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ચાચરના ચોકમાં વહેલી સવારથી પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના મહામેળાની મંગળા આરતીનો લાભ લેવા સવારથી જ પહોંચ્યા હતા. જોકે આ વચ્ચે મંદિરમાં મારામારીની ઘટના બની હતી. જે બાદ પોલીસે મધ્યસ્થી માટે રેલિંગ ઓળંગીને ભક્તોની વચ્ચે આવવું પડ્યું હતું.

ચાચર ચોકમાં માઈ ભક્તો વચ્ચે મારામારી

અંબાજી મંદિરમાં ચાચર ચોક પાસે સંઘની લાઈનમાં મારામારીની ઘટના બની હતી. સંઘના યાત્રીકો અંદરો અંદર બાખડ્યા હતા જે બાદ મારા મારી થઈ હતી. પરિસ્થિતિ વણસતા પોલીસે રેલિંગ કૂદીને લાઈનમાં પહોંચી ગઈ હતી. ખાસ છે કે મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા માટે 6500 પોલીસકર્મીઓ તૈનાત છતાં આ રીતે મારામારીની ઘટના જોવા મળી હતી. આખરે પોલીસે મધ્યસ્થી કરીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

અંબાજી મંદિરમાં અત્યાર સુધીના આંકડા ચોંકાવનારા

– ભાદરવી મેળાનાં 6 દિવસમાં માઈ ભક્તોએ ભંડારો છલકાવ્યો આજે છઠ્ઠા દીવસે 8,89,000 ભક્તો આવ્યા
– અંબાજી ખાતે કુલ 6 દિવસમા 39,36,032 યાત્રીકો આવ્યા
– 6 દિવસમાં કુલ 2,93,681 યાત્રીકોએ ભોજન પ્રસાદ લીધો
– 15,09,097 મોહનથાળ પ્રસાદનું વિતરણ થયુ
– 56,265 ચીકીનું વિતરણ થયુ
– ભંડાર, ગાદી, 5000 કાઉન્ટર અને ધાર્મિક કેન્દ્ર ખાતે 1,89,82,693ની આવક
– પ્રસાદ વિતરણની વિવિઘ બેન્કોની આવક 3,80,33,278
– કુલ આવક અંબાજી મંદિર પ્રથમ દિવસે 5,70,15,971
– 6 દિવસમાં 216 ગ્રામ સોનાની આવક
– 6 દિવસમાં કુલ 7,39,933 માઈ ભક્તોએ બસ મા મુસાફરી કરી
– 6 દિવસમાં બસની કુલ ટ્રીપ 14,345
– ઉડન ખટોલામાં 47,233 મુસાફરોએ લાભ લીધો
– 6 દિવસમાં 2,942 ધજા મંદીર પરીસર પર માઈ ભક્તોએ ચઢાવી
– આરોગ્ય વિભાગ દ્વારા 6 દિવસમાં સારવાર આપેલા દર્દીની સંખ્યા 1,09,312

    follow whatsapp