શક્તિસિંહ રાજપુત/અંબાજી: શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ અને જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરનો દર્શન સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી બદલાતો રહે છે. ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટર દ્વારા મંદિરના આરતી અને દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
અંબાજી મંદિરમાં અખાત્રીજથી અષાઢી એકમ સુધી બપોરની આરતી શરૂ કરવામાં આવી હતી. બપોરની રાજભોગ આરતી સૂર્યનારાયણના દર્શન કાચના પ્રતિબિંબ દ્વારા માતાજીની કરાવવામાં આવતી હતા. અંબાજી મંદિર ખાતે બપોરની આરતીનું પણ વિશેષ મહત્વ હોય છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અંગેની જાણકારી આપવામાં આવી છે.
અંબાજી મંદિરમાં આરતી-દર્શનનો નવો સમય નીચે મુજબ છે
ADVERTISEMENT