Ambaji: મા અંબાના ચોકમાં પ્રગટાવેલી હોળી પરથી વરસાદનો વરતારો, ખેડૂતો માટે કેવું રહેશે આ વર્ષ?

Holi Celebration 2024: હિન્દુ ધર્મમાં હોળીનું મહત્વ અનેરું છે. હોળી પ્રગટાવીને તેની જ્વાળા પરથી વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો વરસારો કરવામાં આવે છે. રવિવારે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું.

અંબાજીમાં હોલિકા દહનની તસવીર

Holi

follow google news

Holi Celebration 2024: હિન્દુ ધર્મમાં હોળીનું મહત્વ અનેરું છે. હોળી પ્રગટાવીને તેની જ્વાળા પરથી વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો વરસારો કરવામાં આવે છે. રવિવારે રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ ચાચર ચોકમાં હોલિકા દહન થયું હતું. જેના પરથી શંકરજી ઠાકોરે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરી હતી. 

આ પણ વાંચો: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં કેવી રીતે લાગી આગ, જેમાં 13 લોકો દાઝ્યા; મુખ્યમંત્રીએ કહ્યું 'દુઃખદ'

અંબાજી મંદિરની હોળી પરથી શું વરતારો કરાયો?

અંબાજી મંદિરમાં ચાંચર ચોકમાં મંદીરના વહીવટદારો, અધિક કલેક્ટર તથા ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા વિધિ કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાનો પવન ચારેય બાજુ ફેલાયો હતો. ત્યારે અહીંના ઠાકોર સમાજના અગ્રણી શંકરજી ઠાકોર દ્વારા હોળીની જ્વાળાઓ પરથી તેનો વરતારો કરવામાં આવ્યો હતો. શંકરજી ઠાકોરે કહ્યું કે, જ્વાળાના જોતા ખંડવૃષ્ટિ થવાના એંધાણ છે. ગોળી ઉત્તર દિશાના વાયવ્ય દિશા તરફ પડતા આગામી ચોમાસું સારા જવાના એંધાણ જોવા મળ્યા હતા. એવામાં આગામી ચોમાસે વરસાદ સારો રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ખેડબ્રહ્મામાં નશામાં ભાન ભૂલ્યો યુવક, હોળીની અગ્નિમાં હોમી દીધી કાર; લોકોમાં મચી ભાગદોડ

અંબાલાલ પટેલે પણ કરી આગાહી

તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ હોળીના જ્વાળાઓ પરથી વરતારો કર્યો હતો. સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમ તરફ રહ્યો અને ઘુમાવ નૈઋત્યુનો રહેતા ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે. જોકે અંબાલાલ પટેલે આંધી અને વંટોળનું પ્રમાણ એપ્રિલથી જૂન સુધી વધુ રહેવાનું જણાવ્યું હતું. ધૂળ-વંટોળના કારણે તેની અસર બાગાયતી પાક પર થશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. સાથે જ ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધી વરસાદ રહેશે. 

    follow whatsapp