Ambaji News: મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક ખાનગી બસ પર પથ્થરમારો કરાયાના અહેવાલો સામે આવ્યા છે. ગત મોડી રાત્રીની આ ઘટનામાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ઘટના આબુ રોડ પર રાજસ્થાન તરપથી આવતી ગુજરાત ટ્રાવેલ્સની ખાનગી બસમાં આવતા લોકો સાથે બની હતી. અહીં રોડ પર દોડતી બસ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા બેફામ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પથ્થરો વાગતા રહ્યા તો પણ બસ દોડાવી
રક્ષાબંધનની રાત્રે આબુ અંબાજી રોડ પરથી ગુજરાત ટ્રાવેલ્સની પ્રાઈવેટ લક્ઝરી બસ દોડી રહી હતી. દરમિાયનમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા બસને નિશાન બનાવાઈ હતી અને છૂટ્ટા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. જેના પગલે બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. જોકે ડ્રાઈવરે હિંમત રાખીને બસ ક્યાંય થોભાવ્યા વગર અંબાજી ખાતે સલામત રીતે મુસાફરોને લઈ આવ્યો હતો. જેને પગલે લોકોના પડીકે બંધાયેલા જીવને રાહત થઈ હતી. પણ આ તરફ આવું કરવામાં ડ્રાઈવરને પથ્થરો વાગ્યા હતા અને તેને ઈજાઓ થઈ હતી.
Pragyan Rover Video: ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરે કર્યો ‘મૂનડાન્સ’, લેન્ડર વિક્રમ રેકોર્ડ શૂટ કર્યો વીડિયો
ડ્રાઈવરનો આભાર માનવો રહ્યો
દોડતી બસ પર પથ્થરમારો થવા લાગતા બે ઘડી માટે તો અંદર બેસેલા મુસાફરો ખુબ ડરી ગયા હતા. આ તરફ ડ્રાઈવરે જો હિંમત રાખીને ત્યાંથી પોતાની સુજબુજથી મુસાફરોને સલામત પહોંચાડવાની હિંમત ના કરી હોત તો ખબર નહીં શું થઈ ગયું હોત. લોકો પણ જ્યારે અહીં અંબાજી પહોંચી ગયા ત્યારે રાહત થતા ડ્રાઈવરનો ખુબ આભાર માન્યો હતો.
ADVERTISEMENT