Ambaji: સરસ્વતી નદીના ઘાટ પર પ્રથમ વખત ઋષિકુમારો દ્વારા સામુહિક જનોઈ બદલાઈ, મોટી સંખ્યામાં બ્રાહ્મણો રહ્યા હાજર

Ambaji News: શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી નજીક સાત કિલોમીટર દૂર કોટેશ્વર…

gujarattak
follow google news

Ambaji News: શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી નજીક સાત કિલોમીટર દૂર કોટેશ્વર ધામ આવેલું છે. અહીં કોટેશ્વર મહાદેવનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે. ભગવાન શિવનું આ મંદિર છે અહીં શ્રાવણ માસમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે રક્ષાબંધનનો પર્વ હોઈ સરસ્વતી નદીના ઘાટ ઉપર પ્રથમ વખત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા બ્રાહ્મણોની સામૂહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો હાજર રહ્યા હતા.

Nuh Violence: બિટ્ટૂ બજરંગીને મળ્યા જામીન, નૂંહમાં બ્રીજમંડળ યાત્રા દરમિયાન હિંસા ભડકાવવાનો આરોપ

પૌરાણિક તીર્થ સ્થળની ચારે તરફ ગિરિમાળાઓ

કોટેશ્વર ધામ ખાતે પ્રથમ વખત બ્રાહ્મણોની જનોઈ બદલવામાં આવી હતી. સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા સામુહિક જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રાવણી ઉપકર્મ વર્ષમાં એક વખત આવે છે આ દિવસે જનોઈ બદલવામાં આવે છે. અહીંથી સરસ્વતી નદી પહાડોમાંથી નીકળીને આગળ વહે છે. સરસ્વતી કુંડ પર શાસ્ત્રોકત વિધિ વિધાનથી જનોઈ વિધિ યોજાઈ હતી. મોટી સંખ્યામાં ઋષિ કુમારો અને બ્રાહ્મણો જોડાયા હતા. કોટેશ્વર મહાદેવનું મંદિર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે અહીં વાલ્મિકી આશ્રમ પણ આવેલો છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન માટે આવે છે. ચારે તરફ અરવલ્લી ગિરિમાળાઓમાં આ પૌરાણિક તીર્થ સ્થળ આવેલું છે.

    follow whatsapp