Ambaji News: અંબાજી કોટેશ્વર નજીક સરસ્વતી નદીમાં 2100 દિવાથી મહાઆરતીના કરો દર્શન, Photos

Ambaji News: જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિપીઠથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર પાસેથી સરસ્વતી નદી નીકળીને સમગ્ર ગુજરાતમાં જાય છે.…

gujarattak
follow google news

Ambaji News: જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિપીઠથી 7 કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર પાસેથી સરસ્વતી નદી નીકળીને સમગ્ર ગુજરાતમાં જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ 12 જ્યોતિર્લિંગ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીં અમાવસ, અગિયારસના દિવસે સ્નાન કરવાનો અનેરો મહિમા છે, ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે કોટેશ્વર મહાદેવથી પાલખીયાત્રા નીકળી હતી અને વિવિધ શિવ મંદિરમાં ફરીને કોટેશ્વર નીજ મંદિરે પરત આવી હતી. રાત્રે કોટેશ્વર મહાદેવ મંદિરના સરસ્વતી કુંડ પર 2100 દીવાની મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા.

વર્ષમાં એક વખત થાય છે આ આરતી

અંબાજી પાસે આવેલા કોટેશ્વર મહાદેવ પ્રાચીન અને પૌરાણિક મંદિરની વાત કરવામાં આવે તો શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શન માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી આવતા ભક્તો કોટેશ્વર મહાદેવ ખાતે દર્શન કરવા અચૂક આવતા હોય છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સરસ્વતી નદીના કુંડ ઉપર 2100 દિવાની મહા આરતી કરવામાં આવી હતી. અંબાજી કોટેશ્વર સહિત બહારથી આવેલા માઈ ભક્તો મહા આરતીમાં ભાગ લીધો હતો.

Azam Khan ના ઘરે IT ના દરોડા, 60 કલાક ચાલેલી તપાસમાં ટીમોને શું મળ્યું?

આ આરતી વર્ષમાં એક વખત આરતી થતી હોય છે. અંબાજી આવતા ભક્તો મોટી સંખ્યામાં કોટેશ્વર ખાતે આવતા હોય છે. આજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હર હર મહાદેવના નાદથી કોટેશ્વર ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં વિષ્ણુ ભાઈ શાસ્ત્રી કોટેશ્વર મંદિર પૂજારીએ આરતી ઉતારી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસે મહા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો.

    follow whatsapp