શક્તિસિંહ રાજપૂત.અંબાજીઃ બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે અને તેના કારણે તંત્ર માટે આ વાવાઝોડું વધારે ચિંતાનો વિષય બનતુ જઈ રહ્યું છે. જોકે કુદરતના પ્રકોપ સામે કોનું ચાલવાનું? પણ આ વાવાઝોડાને કારણે ઓછામાં ઓછી તારાજી સર્જાય અને ઓછામાં ઓછી લોકોને મુશ્કેલીઓ થાય તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જાનહાની ટાળવા માટે વિવિધ નિર્ણયો તાત્કાલીક ધોરણે લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
16 જૂન સુધી રોપ-વે બંધ
હાલમાં અંબાજી ખાતે બિપોરજોય વાવાઝોડાને કારણે ગબ્બર ઉપર રોપ-વેની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. 4 દિવસ માટે રોપ-વેની મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આગામી 13 જૂનથી લઈને 16 જૂન સુધી રોપ-વે બંધ કરી દેવાઈ છે. અંબાજી ઉડન ખટોલા, ઉષાબ્રેકો લિ.ના મેનેજર નૈનેશ પટેલ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં આવનારા દિવસોમાં બિપોરજોય વાવાઝોડાની આગાહી કરી છે. જેથી વાવાઝોડા દરમિયાન સાવચેતીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રના આદેશ પ્રમાણે આગામી 13થી લઈને 16 જૂન સુધી ચાર દિવસ રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.
(ઈનપુટઃ જીતેશ ચૌહાણ, પોરબંદર)
ADVERTISEMENT