Ambaji Bhadarvi Poonam Update: પગપાળા ભક્તો સાથે અમદાવાદથી અંબાજી પહોંચી 52 ગજની ધજા, કરો દર્શન

Ambaji Bhadarvi Poonam Update: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો…

gujarattak
follow google news

Ambaji Bhadarvi Poonam Update: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શકિતપીઠ દેશનાં 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે 23 સપ્ટેમ્બરથી ભાદરવી મહાકુંભની શરુઆત થનાર છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા 29 અલગ અલગ સમિતિઓ બનાવી છે. જેમાં અંબાજી આવનાર માઇ ભક્તોને કોઈજ તકલીફ ન પડે. અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએથી ભક્તો ધજા લઈને પગપાળા સંઘ લઈને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે શુક્રવારે અંબાજી ખાતે સાંજે અમદાવાદ વ્યાસવાડીનો સંઘ આવી પહોંચ્યો હતો.

IAS Pradeep Sharma case Update: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની મુશ્કેલીઓ વધી, વધુ એક મામલે ધરપકડ બાદ રિમાન્ડની તજવીજ

છેલ્લા 30 વર્ષથી આવે છે 52 ગજની ધજા સાથે

છેલ્લા 30 વર્ષથી અમદાવાદ વ્યાસવાડી પગપાળા સંઘ અમદાવાદથી પગપાળા સંઘ લઈને અંબાજી ખાતે આવે છે. પગપાળા સંઘ નીકળે તે અગાઊ ભક્તો બાવન ગજની ધજાનું પૂજન કરતા હોય છે ત્યારબાદ તેઓ અંબાજી તરફ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી આવતા હોય છે. 15 સપ્ટેમ્બરે સાંજે 5 વાગે ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. 16 સપ્ટેમ્બરે સંઘ વ્યાસવાડી ચાર રસ્તા અમદાવાદથી અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. 22 સપ્ટેમ્બરે સાંજે આ સંઘ અંબાજી ખાતે આવી પહોંચ્યો હતો. સંઘમાં આવેલા ભક્તો માતાજીનું સ્મરણ કરતા અને ગરબે રમતા જોવા મળ્યા.

24 સપ્ટેમ્બરે સવારે સંઘના ભકતો મંદિરના શિખર પર ધજા ચઢાવશે

અંબાજી મંદિર ખાતે ભક્તો દુરદુરથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. ભાદરવી પૂનમના મહામેળામાં 52 ગજની ધજાનુ વિશેષ મહત્વ હોય છે.અંબાજી ખાતે વ્યાસવાડી પગપાળા સંઘ છેલ્લા 30 વર્ષ થી 52 ગજની ધજા લઈને વર્ષોથી અંબાજી ખાતે આવે છે.22 સપ્ટેમ્બરે સાંજે અંબાજી આવેલા સંઘના ભકતો 24 સપ્ટેમ્બરે સવારે અંબાજી મંદિર ના શિખર ઉપર ધજા ચઢાવશે.

    follow whatsapp