Ambaji Bhadarvi Poonam Update: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડા જ દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે. અંબાજી મેળા અગાઊ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આજે અંબાજી બજારોમાં ઘર્ષણ સર્જાયું હતું. પોતાની દુકાન આગળના ઓટલા અને પાઇપો તૂટતા મહિલાઓ રડતી આંખે જોવા મળી હતી. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે અમોને નુકસાન થયું છે.ભાદરવી મહામેળો શરુ થાય તે અગાઊ તંત્ર તરફથી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મામલો બિચક્યો હતો.
ADVERTISEMENT
‘અમારું મોટું નુકસાન કર્યું છે’- વેપારીઓ
13 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે હાઇવે માર્ગ ઉપરના દબાણ અને અંબાજીના બજારોમાં થયેલ દબાણ દૂર કરવાની ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં અંબાજી ગ્રામ પંચાયત, દાંતા તાલુકા પંચાયત અને અંબાજી પોલીસ સ્ટાફ દ્વારા અંબાજીના બજારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબાજીના જુના બજાર અને હાઇવે માર્ગ ઉપર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની સાથે દબાણ હટાવવામાં આવ્યું હતું, ત્યારે કેટલીક જગ્યા ઉપર ઘર્ષણના બનાવ પણ બન્યા હતા. દુકાનદારો સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેસીબી દ્વારા ઓટલા, છજા તોડતા વેપારીઓ ખફા થયા હતા. ટીડીઓ, પોલીસ સહિતનાં અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. વેપારીઓનો મોટો આરોપ કે અમારું મોટું નુકસાન કર્યું છે. અંબાજીનાં બજારોમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાતા કેટલાંય વેપારીઓને નુકસાન થયું.
Ambaji Bhadarvi Poonam Update: અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, કલેક્ટરની બેઠકમાં થઈ ચર્ચા
23 થી 29 સપ્ટેમ્બર ભાદરવી મહામેળો
દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી ખાતે ભાદરવી મહા મેળો 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજવાનો છે ત્યારે અંબાજીના બજાર અને હાઇવે માર્ગ ઉપર જે દબાણ થયેલું હતું.. તે દબાણ તોડવાની કામગીરી આજે વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી હતી. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી અને દબાણ દૂર કરતા પહેલાં બે દિવસ અગાઉ નોટીશ પણ અપાઈ હતી.
ADVERTISEMENT