શસ્તિસિંહ રાજપૂત.અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji), ગુજરાત (Gujarat) અને રાજસ્થાન (Rajasthan)ની સરહદ ઉપર આવેલું છે. અંબાજીથી 3 કિલોમીટર દૂર મા અંબાનું મૂળ સ્થાનક ગબ્બર આવેલું છે. ગબ્બર પર્વત પાસે પહાડોમાં ચુંદડીવાળા માતાજી (Chundiwala Mataji)નો આશ્રમ આવેલો છે. અહીં વર્ષો સુધી ચુંદડીવાળા માતાજી પહાડોમાં રહી માતાજીની આરાધના કરતા હતા અને માતાજી 2020 મા સ્વર્ગે સિધાવ્યા હતા. દર શ્રાવણ માસમાં ચુંદડીવાળા માતાજીનો જન્મ દિવસ આવે છે ત્યારે આજે તેમના આશ્રમે તેમની ગેર હાજરીમાં તેમની સમાધી પાસે ભક્તોએ માતાજીની આરાધના કરી તેમને યાદ કરી કેક કાપીને જન્મ દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને માડીને યાદ કર્યા હતા. બહેનો તેમની સમાધી સ્થળ પર ભજન ગાઇ માતાજીને યાદ કર્યા હતા અને કેટલાક ભકતો રડતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
વલસાડમાં કોંગ્રેસના કાર્યક્રમમમાં મીડિયા અને કાર્યકરો વચ્ચે બબાલ, મીડિયાકર્મીને લાત મારી
83 વર્ષો સુધી ના અન્ન લીધુ, ના પાણી
ચુંદડીવાળા માતાજી ઘણા વર્ષોથી અન્ન પાણી વીના જીવન જીવતા હતા અને તેમને સાયન્સને પણ ખોટા પાડી 83 વર્ષ સુધી અન્ન પાણી વીના જીવન જીવ્યું હતું. 2020 માં તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી અને આજે તેમની હયાતી નથી પણ ભક્તોને માતાજી પર અતુટ વિશ્વાસ છે. એટલે આજે પણ ભકતો માતાજીના આશ્રમે દર પુનમે અને રવિવારે દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાયાના પણ દાવા કરાય છે. જે જગ્યા પર બેસીને માતાજી ભક્તોને આશિર્વાદ આપતા હતા તે જ સ્થળે હાલમાં માતાજીની સમાધી સ્થળ બનાવેલું છે અને ભકતો તેમની સમાધી પર દર્શન કરીને માને યાદ કરે છે. આજે ભક્તોએ કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી અને માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બ્રાહ્મણોને ભોજન અપાયું હતું અને આદિવાસી ભાઈઓ અને બહેનોએ નાચગાન કર્યું હતું. માતાજીને 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો અને નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.
ADVERTISEMENT