અમરેલીઃ અમરેલીના લાઠી લીલીયામાં વહેતી ગાગડિયો નદીના આકાશી વીડિયો સામે આવ્યા છે. વીડિયો જોતા બે ઘડી એમેઝોનના જંગલ વચ્ચેથી વહેતી એમેઝન નદીનો નજારો નજર સામે આવી જાય છે. આ વીડિયોઝ સામે આવ્યા છે, જેમાં અદ્ભૂત આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
અમરેલીના લાઠીના લુવારીયાથી અકાળા સુધી વહેતી ગાગડિયો નદીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. આ એરિયલ વ્યૂના વીડિયો જોતા બે ઘડી એમેઝોન નદી યાદ આવી જાય છે. પદ્મશ્રી અને બિઝનેસમેન સવજી ધોળકિયા દ્વારા નવનિર્મિત બનાવેલા ડેમોનો આકાશી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં લીલોછમ પ્રદેશ અને તેની વચ્ચે ખળખર વહેતી નદીના નયનરમ્ય આકાશી દ્રશ્યો જોઈ શકાય છે. હાલ આ વીડિયોઝ સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. જે અમે અહીં આપ સમક્ષ રજુ કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર સબજેલમાં બબાલઃ કાચા કામના કેદીઓના બે જુથો વચ્ચે અથડામણ
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT