સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય ઉથલપાથલ સ્વાભાવિક છે. હાલ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના દાવાને કારણે રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય લલિત વસોયાનો એવો દાવો સામે આવ્યો છે કે, તેમણે પાસ કન્વીનર ભાજપમાં જોડાશે. જો કે તેના માટે ભાજપ સરકારે પહેલા પાટીદાર શહીદોના પરિવારને નોકરી આપવી પડશે કેસ પાછા ખેંચવા પડશે અને જો આ તમામ થશે તો કથિરીયા આ અંગે વિચારશે.
ADVERTISEMENT
લલિત વસોયાએ કહ્યું, ત્રણેય પાર્ટીનું નિમંત્રણ છે પરંતુ પ્રાથમિકતા અલગ જ છે
લલિત વસોયાએ કહ્યું કે, અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવા સમાચાર મીડિયામાં છે. તેની સાથે ટેલિફોનિક વાતચીત થઇ તો તેણે કહ્યું કે, હજી સુધી મે કોઇ નિર્ણય લીધો નથી. મને આપ, કોંગ્રેસ અને ભાજપ તમામમાંથી ઓફર છે. જો ભાજપ સરકાર મારી શરતોનો સ્વિકાર કરવા માટે તૈયાર હોય તો હું ભાજપમાં જોડાવા અંગેવિચારીશ. સમાજના હિત મારા માટે સર્વોપરી છે તેથી પહેલા સમાજનું કામ થશે પછી જ હું કંઇ પણ નિર્ણય લઇશ.
સૌથી પહેલા પાટીદારોની બાકી રહેલી 2 માંગણી પુર્ણ થયા બાદ હું વિચારીશ
જો કે આ અંગે અલ્પેશ કથીરિયાએ ખુબ જ સ્પષ્ટતાથી વાત કરી હતી. તેણે જણાવ્યું કે, ભાજપમાં જોડાતા પહેલા સમાજના બે હિત બાકી છે તે પુર્ણ કરવાનાં છે. જે આંદોલન થકી અમે જાહેર જીવનમાં આવ્યા તે સમાજ માટે જ હતું. એટલે જ 14 શહીદોના પરિવારને સરકારી નોકરી અને પાટીદારો વિરુદ્ધ થયેલા કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવાયા બાદ જ રાજકારણ અંગે હું આગળનું કંઇક વિચારીશ. જો કે આ અંગે હું કોઇ બાંહેધરી આપતો નથી. હાલ તો મધ્યસ્થી સાથે વાત પણ નથી ચાલી રહી. આ બંન્ને મુદ્દા મુખ્ય છે. તે પુર્ણ થયા બાદ હું વિચારીશ. તેમાં પણ સમાજના મંતવ્યો બાદ જ હું આગળ વધીશ.
ADVERTISEMENT