અમદાવાદ : રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તલાટીની પરીક્ષાની તારીખ ફરી એકવાર પાછી ઠેલવામાં આવી હોવાની જાહેરાત કરી હતી આ અંગે તેમણે પરીક્ષાની તારીખ તો પાછી ઠેલવામાં આવી છે તેવી જાહેરાત કરી છે. સાથે સાથે દરેકે દરેક વિદ્યાર્થી કે જેણે ફોર્મ ભર્યું છે તે પરીક્ષા નહી આપી શકે તેવી પણ વાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટીની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ છે, આગામી 30 એપ્રિલેના રોજ પરીક્ષા લેવાની તૈયારીઓ થઇ ચુકી હતી. જો કે બેઠક વ્યવસ્થા અંગે કેટલીક સમસ્યા હતી. જે માટે હસમુખ પટેલ દ્વારા અનેક કોલેજોને વારંવાર વિનંતી પણ કરવામાં આવી હતી. જો કે તેમ છતા પણ બેઠક વ્યવસ્થા થઇ શકી નહોતી.
ADVERTISEMENT
સરકાર દ્વારા 7 મે ના રોજ પરીક્ષાની જાહેરાત કરી
જો કે મંત્રી દ્વારા અધિકારીક રીતે 7 મી મેના રોજ પરીક્ષાની જાહેરાત કરવામાં આવશે તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી હતી. તલાટીની પરિક્ષાની તારીખમાં ફેરફાર પણ કરાયો છે. મંત્રીએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તે કન્ફર્મેશન આપે. આ અંગે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કુલ 3,91,736 ઉમેદવારો જ આપી હતી પરંતુ ફોર્મ 9.53 લાખથી વધારે લોકોએ ભર્યા હતા. એટલે કે, 41 ટકા ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. 59 ટકા ઉમેદવારો તો ગેરહાજર રહ્યા હતા. જો કે સરકાર દ્વારા તેની તૈયારી કરવામાં આવી હતી. જેના કારણે આટલી મોટી વ્યવસ્થા અને મશીનરી ખોટી રીતે ખર્ચાઇ હતી.
વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા કન્ફર્મેશન આપવા પડશે
આ જ કારણથી તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેઓએ કન્ફર્મેશન આપવું પડશે. મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યનાં વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો જ હાજર રહેતા હોવાનું આંકડાકીય રીતે સામે આવ્યું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકારની મશીનરી અને અન્ય અનેક પ્રકારની વ્યવસ્થાઓનો દુર્વ્યવ થયો છે. આ વ્યવસ્થા પાછળ સરકારનો ઘણો સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપવું પડશે.
સરકારી મશીનરી વેડફાય નહી તે માટેની ખાસ વ્યવસ્થા
જેથી સરકારે હવે નક્કી કર્યું છે કે, પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે વિદ્યાર્થીઓ કન્ફર્મેશન આપે. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવી તેવો મંડળે નિર્ણય લીધો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવું પડશે. કન્ફર્મેશન નહીં આપનાર પરીક્ષામાં બેસી શકશે નહી તેમની વ્યવસ્થા જ નહી કરવામાં આવે.માટે પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓ પોતાનું કન્ફર્મેશન કરે તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર અને તંત્ર દ્વારા પરીક્ષા લેવાની પોતાની નિષ્ફળતા છુપાવવા માટે હવે નવા નવા તિકડમ લાવી રહી છે. ખાનગી કોલેજોને એક પણ શબ્દ કહેવામાં અસમર્થ તંત્ર હવે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માંગો છો તો કન્ફર્મ કરો તેવો ડંડો દેખાડી રહી છે.
ADVERTISEMENT