દર્શન ઠક્કર.જામનગરઃ જામનગરમાં હાઉસિંગ બોર્ડની ઈમારત પડી જવાની ઘટનામાં 3 વ્યક્તિના મોત નિપજ્યા છે. હજુ કાટમાળ હટ્યા પછી આ ઘટના વધુ કરુણ દ્રશ્યો ના સર્જે તેવી સતત લોકો પ્રાથના કરી રહ્યા છે. લોકો ઘરે પોતાના કામોમાં વ્યસ્ત હતા, પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા કે અચાનક બિલ્ડીંગનો એક ભાગ ધડામ કરતા ધરાશાયી થઈ ગયો હતો.
ADVERTISEMENT
તાબડતોબ કાટમાળ હટાવવાની અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ ચાલી રહી છે. દરમિયાન ઘણા નેતાઓ, અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અહીં લોકોના પરિજનોએ રીતસર તેમને કાકલૂદી કરી હતી કે તેમના સ્વજનોને બચાવવામાં આવે. આ તરફ નેતા, અધિકારીઓ દ્વારા તમામ સ્વજનોને શાંત થવા અને ધીરજ રાખવા સમજાવાયા હતા. આ તરફ સામાન્ય જનતામાં પણ એક માનવધર્મની છબી જોવા મળી હતી. લોકોએ એક બીજાની મદદ કરતી વખતે ના જાતી જોઈ ના ધર્મ કોઈ ભેદ વગર અહીં માત્ર માનવતાને પ્રાધાન્ય મળેલું જોવા મળ્યું હતું.
બિલ્ડિંગમાં રહેતા લોકો અંગેની માહિતી
દર્દીના સગા અશોકભાઈ શંકરભાઈ કનાખરા અને મનસુખભાઇ વેલજીભાઈ સાદિયાના જણાવ્યા અનુસાર ૩ માળના બિલ્ડિંગમાં એક માળ પર 4 એમ કુલ 12 મકાન હતા. જેમાં એક સાઈડની બિલ્ડીંગ ધરાશાઈ થઈ હતી. જેમાં બે પરિવાર વસાહત કરતો હતો.
પરિવારની માહિતી
ગ્રાઉન્ડ ફ્લોર પર
૧. કંચનબેન મનસુખભાઇ જોઈશર
૨. પારૂલબેન અમિતભાઈ જોઇશર
૩. અમિતભાઈ જોઇશર
૪. નિરાલી જોઈશર
૫. માનવ જોઈશર
બનાવ સમયે કંચનબેન અને પારૂલબેન ઘેર હોય બાકીના સભ્યો બહાર હતા. અસરગ્રસ્તોને સારવારાર્થે જીજી સરકારી હોસ્પિટલ જામનગર ખાતે દાખલ કરાયા છે.
4 વર્ષના બાળક સહિત 3 વ્યક્તિ જામનગરની ઈમારત પડી જતા મૃત્યુ પામ્યા, મહિલા હતી ગર્ભવતી
પ્રથમ માળે
૧. જયપાલ રાજુભાઈ સાદિયા
૨. મિત્તલ જયપાલ સાદીયા
૩. દેવાંશી જયપાલ સાદિયા
૪. હિતાંશી જયપાલ સાદિયા
૫. શિવમ જયપાલ સાદિયા
૬. રાજુભાઈ ઘેલાભાઈ સાદિયા
૭. દેવિબેન રાજુભાઈ સાદિયા
૮. ભાવેશ રાજુભાઈ સાદિયા
એમ કુલ ૦૮ સભ્યો
જેમાંથી ભાવેશભાઈ અને હીતાંશી ઘરે ન હતા. બાકીના તમામ અસરગ્રસ્ત તરીકે જી જી સરકારી હોસ્પિટલ જામનગર ખાતે સારવારાર્થે લાવવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલા વ્યક્તિ
૧. મિત્તલબેન જયપાલ સાડિયા
ઉંમર- ૩૫ વર્ષ
૨. જયપાલ રાજુભાઈ સાદિયા
ઉંમર- ૩૫ વર્ષ
૩. શિવમ જયપાલ સાદિયા
ઉંમર -૪ વર્ષ
એમ ૩ દર્દી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. બાકીના તમામ દર્દીઓ સારવારાર્થે જી જી સરકારી હોસ્પિટલ જામનગર ખાતે દાખલ છે.
કેટલી સહાયની કરાઈ જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયામાં ટ્વીટ કરીને કહ્યું કે, જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાથના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત વિગતો અનુસાર બિપોરજોય વાવાઝોડાના ભયને જોતા આ પરિવારોને અહીં જર્જરિત મકાનમાંથી ખસેડી સલામત સ્થળે લઈ જવાયા હતા. જેથી અંદાજો લગાવી શકાય છે કે તંત્રને આ ઈમારત જોખમી હોવાનો અંદાજ પહેલાથી જ હતો તો સવાલ થાય છે કે તંત્રએ આ પરિવારોને પાછા ત્યાં જ રહેતા કેવી રીતે કરાયા?
‘ગોંડલ પોલીસની હદમાંથી SMCએ 1 કરોડ રુપિયાનો દારુનો જથ્થો પડક્યો, ગૃહ પ્રધાન મૌન- કોંગ્રેસ
જી જી હોસ્પિટલમાં પણ દોડધામનો માહોલ
સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં 35 વર્ષની મહિલા મિતલ જયપાલ સાદિયા, 35 વર્ષીય જયપાલ રાજેશભાઈ સાદિયા અને 4 વર્ષીય શિવરાજ જયપાલ સાદિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃત્યુ પામેલી મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે. ત્યારે આ અકસ્માતને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ વાનથી લઈ મોટા ભાગની ઈમર્જન્સી સેવાઓ અહીં હાજર થઈ ગઈ છે. હાલમાં 5થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘણા બાળકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. અહીં અને તેમને જ્યાં સારવાર અપાઈ રહી છે તે હોસ્પિટલમાં ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકસાની અંગેનો ખ્યાલ આવશે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા તેવી વિગતો સામે આવી રહી છે..
જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં ઘણા લોકો દટાયા છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે. ત્યારે હાલ અકસ્માતને પગલે મૃત્યુના કોઈ સમાચાર નથી. બીજી તરફ અહીંની દૂર્ઘટના અંગે જાણકારી મળતા સાંસદ પુનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ દોડી આવ્યા હતા. લોકોને તેમણે સાંત્વના આપી હતી. તેમણે લોકો સાથે વાત કરી હતી. લોકો પણ તેમને પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા હતા.
ADVERTISEMENT