નવી દિલ્હી : દેશના ચૂંટણી પંચ અંગે સુપ્રીમ કોર્ટે ખુબ જ તીખી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની સ્વતંત્રતા અંગે ટિપ્પણી કરવાની સાથે ચિંતા પણ વ્યક્તિ કરી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, એક બાદ એક સરકારોએ ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપુર્ણ નષ્ટ કરી દીધી છે. કોર્ટે એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે, 1996 થી કોઇ પણ કોઇ મૂખ્ય ચૂંટણી કમિશ્નરને ચૂંટણી પંચના પ્રમુખ તરીકે સંપુર્ણ 6 વર્ષનો કાર્યકાળ નથી મળ્યો.
ADVERTISEMENT
પાંચ ન્યાયાધીશોની પીઠે કહ્યું કે, સીઇસી અને ચૂંટણી આયુક્તની પસંદગી કઇ રીતે કરવામાં આવે તે અંગે સંવિધાનની ચુપકીદીનો તમામ રાજકીય પક્ષોએ ફાયદો ઉઠાવ્યો છે. જો નિયુક્ત લોકોને વ્યવસ્થાની બોલી લગાવવાની અપેક્ષા કરવમાં આવે છે તે પ્રાસંગિક સમયે ચિંતા પેદા કરે છે.
જસ્ટિસ કેએમ જોસેફની આગેવાનીવાળી બેંચે કહ્યું કે, આ એક ખુબ જ પરેશાન કરનારી પ્રવૃતી છે. ટીએન શેષન (જે 1990 થી 1996 વચ્ચે છ વર્ષ માટે CEC હતા ) ત્યાર બાદ ચૂંટણી પંચની પડતી શરૂ થઇ તે કોઇ પણ ત્યારથી માંડીને આજ સુધી કોઇને પુર્ણ કાર્યકાળ આપવામાં આવ્યો નથી. સરકાર જે કરી રહ છે તે અયોગ્ય છે. કોઇ અધિકારીની જન્મતારીખ નક્કી કરે છે કે,તે સીઇસી તરીકે નિયુક્ત થશે કે કેમ. તેને પોતાના પુર્ણ 6 વર્ષ નથી મળ્યા. પછી તે યુપીએની સરકાર હોય કે હાલમાં જે સરકાર છે તે હોય.
સંવિધઆન પીઠે જણાવ્યું કે, આ પ્રકારે તથાકથિત સ્વતંત્રતા, જે માત્ર બોલવાની વસ્તુ છે. બાકી સ્વતંત્રતા નષ્ટ થઇ રહી છે. વિશેષ રીતે પરેશાન કરનારી પ્રવૃતિ જોતા કોઇ પણ તેમના પર સવાલ ઉઠાવી નથી શકતું કારણ કે કોઇ તપાસ જ થતી નથી. આ પ્રકારે સંવિધાનની ચુપકીદીનો ફાયદો ઉઠાવાઇ રહ્યો છે. કોઇ કાયદો નથી તેથી કોઇ તપા પણ નથી. દરેક રાજકીય પક્ષો અને સરકારો પોતાની રીતે પોતાના હિતો સાધવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
ADVERTISEMENT