અલંગ શિપયાર્ડનો જુઓ નજારોઃ ભાવનગરમાં ધોધમાર વરસાદઃ Video

નીતિન ગોહિલ.ભાવનગરઃ બિપોરજોય વાવાઝોડાની ગુજરાતના દરિયાકાંઠે ટક્કર થઈ ચુકી છે. લેન્ડફોલને કારણે અહીં ભારે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ…

gujarattak
follow google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ બિપોરજોય વાવાઝોડાની ગુજરાતના દરિયાકાંઠે ટક્કર થઈ ચુકી છે. લેન્ડફોલને કારણે અહીં ભારે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ ભારે પવન સાથે ખાબક્યો છે. ભાવનગરમાં છેલ્લા કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ચક્રવાતી તોફાનને લઈને આ સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ અલંગ ખાતેના શિપયાર્ડ પાસેના દરિયાનો નજારો અત્યંત રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.

Asia Cup 2023: એશિયા કપનું શેડ્યૂલ નક્કી, પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે… ફાઇનલ ભારતમાં નહીં?

કોન્ટ્રાક્ટરના પાપે લોકો થયા પરેશાન
ભાવનગર શહેર ઉપરાંત શિહોર તાલુકાના વરલ ગામે ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો છે. વરલ ગામના રોડ પર વરસાદી પાણી ફરી વળ્યું છે. હાલમાં થોડા જ સમય પહેલા પાણીના નિકાલ માટેની લાઈન નાખવામાં આવી હતી. જોકે હમણાં ગટર લાઈન તોડી નાખવામાં આવેલી હોઈ વરલ ગામમાં પાણી ભરાઈ ગયું છે. ગામના લોકોએ કોન્ટ્રાક્ટરને અગાઉ ઘણી વખત રજૂઆતો કરી છતા કોઈ ધ્યાન આપવામાં નહીં આવતા અહીં સ્થિતિ કપરી બની રહી છે. કોન્ટ્રાક્ટરને જે તે સમયે રજૂઆત કરતા જવાબ મળ્યો હતો કે હું તમારી લાઈન નાખી દઈશ પણ હજુ સુધી આ લઈન નાખવામાં નહીં આવતા લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.

આ તરફ એશિયાના સૌથી મોટા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને બંધ કરવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને પગલે અલંગ શિપયાર્ડને બંધ કરી દેવાયું છે. વાવાઝોડાથી કોઈ મોટી નુકસાની ના થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. દરિયામાં સતત વધી રહેલા કરંટને પગલે બંદરો પર લગાવવામાં આવેલા નં. 3ના સિગ્નલના કારણે સતત સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે. અહીં જુઓ કેટલાક વીડિયોઝ….

 

    follow whatsapp