Akshay Tritiya 2024: આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે, શુક્રવારના રોજ છે અને આ તિથિને શુભ સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય જોયા વગર કરી શકાય છે. અક્ષય તૃતીયાના દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ, નવા વ્યવસાયની શરૂઆત વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો સોના-ચાંદી ખરીદતા હોય છે, પરંતુ હાલમાં સોના-ચાંદીના ભાવ ખૂબ જ વધ્યા છે, એવામાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે તમે એવી 5 વસ્તુઓ ખરીદી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કઈ 5 વસ્તુઓ ખરીદવી જોઈએ...
ADVERTISEMENT
રૂ ખરીદવું
અક્ષય તૃતીયાના દિવસે રૂની ખરીદીનું વિશેષ મહત્વ છે. જો તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી તો આ દિવસે રૂ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે રૂની ખરીદી કરવાથી જીવનમાં શાંતિ આવે છે અને ધનમાં સારી વૃદ્ધિ થાય છે.
સિંધવ મીઠું
અક્ષય તૃતીયાના દિવસે સિંધવ મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સિંધવ મીઠાને ભૌતિક સુખ-સુવિધાઓના સ્વામી શુક્ર અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે. આ દિવસે સિંધવ મીઠું ખરીદવાથી ધનમાં વધારો થાય છે. પરંતુ આ દિવસે ભૂલથી પણ સિંધવન મીઠાનું સેવન ન કરો.
માટીના વાસણ
અક્ષય તૃતીયાના દિવસે માટીનું મહત્વ સોનું ખરીદવા સમાન માનવામાં આવે છે. જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના વાસણ જેવી કે માટલું, દીવો વગેરે વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારી સંપત્તિ વધે છે અને તમારા પરિવારના સભ્યોની પણ સારી પ્રગતિ થાય છે.
જવ ખરીદવા
અક્ષય તૃતીયાના દિવસે જવ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ દિવસે જવ ખરીદવા એ સોનું અને ચાંદી ખરીદવા સમાન માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર ઘરે જવ લાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
વાસણ કે કોડી ખરીદવી
અક્ષય તૃતીયાના દિવસે વાસણ કે કોડી ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે તાંબા કે પિત્તળના વાસણો ખરીદીને ઘરે લાવી શકો છો, આમ કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે. દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે અને આ દિવસે કોડી ખરીદીને દેવી લક્ષ્મીના ચરણોમાં ચઢાવવાથી ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી.
નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
ADVERTISEMENT