અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર અવતર્યો હતો, જાણો આ ખાસ દિવસ પાછળની માન્યતા

Akshay Tritiya: હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને 'અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, આ દિવસને માત્ર પર્વ તરીકે જ નહીં પરંતુ એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Akshay Tritiya

Akshay Tritiya

follow google news

Akshay Tritiya: હિંદુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને 'અક્ષય તૃતીયા' કહેવામાં આવે છે. હિંદુ માન્યતાઓ અનુસાર, આ દિવસને માત્ર પર્વ તરીકે જ નહીં પરંતુ એક મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સનાતનની માન્યતાઓમાં આ શુભ દિવસે કોઈપણ પ્રકારના શુભ કાર્ય, દાન અને ઉપવાસ રાખવાનો સમાવેશ થાય છે. આ દિવસને ‘સર્વસિદ્ધિ મુહૂર્ત દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ન તો પંચાંગ જોવાની અને ન તો કોઈ પંડિતની સલાહ લેવાની જરૂર છે.

અક્ષય તૃતીયાનો દિવસ શુભ મનાય છે

આ દિવસ પોતે જ સૌથી શુભ માનવામાં આવે છે, તેથી આ દિવસે કરવામાં આવેલ કોઈપણ કાર્ય સફળ માનવામાં આવે છે. લોકો ખાસ કરીને આ દિવસે તેમના જીવનની કેટલીક નવી શરૂઆત અથવા ખુશીની પળોનું પ્લાનિંગ કરે છે. આ દિવસે મોટી સંખ્યામાં લગ્નો થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી ભક્તોને પૂર્ણ ફળ મળે છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય. વ્રત અને દાન-પુણ્ય કરીને પરંપરા મુજબ હવન-યજ્ઞ કરવામાં આવે તો તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માત્ર ઈચ્છાઓ જ નહીં, આ દિવસે ભગવાન લોકોની ભૂલો પણ સ્વીકારે છે. જો તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ ભૂલ કરી હોય, તો આ દિવસે તમે ભગવાન પાસે ક્ષમા માગાીને તમારી ખામીઓને દૂર કરવાની માંગ કરાય છે. 

અક્ષયનો શું અર્થ થાય છે?

અક્ષય તૃતીયાના દિવસની સાથે આ તહેવારનો અર્થ પણ ખૂબ જ વિશેષ છે. ‘અક્ષય’ નો અર્થ થાય છે ‘જેનો ક્યારેય ક્ષય થતો નથી’ એટલે કે જે ક્યારેય નાશ પામતો નથી અથવા જે ક્યારેય નાશ કરી શકાતો નથી. એટલા માટે આ દિવસને હિંદુ માન્યતાઓમાં સૌભાગ્ય અને સફળતાનો દિવસ માનવામાં આવે છે.

આ દિવસથી તીર્થસ્થળોના દ્વાર ખુલે છે

અક્ષય તૃતીયાના દિવસે વિવિધ યાત્રાધામો પણ ધમધમી ઉઠે છે. પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનારાયણના દરવાજા પણ આ તારીખથી ફરી ખુલે છે. વૃંદાવનમાં સ્થિત શ્રી બાંકે બિહારી જીના મંદિરમાં 'શ્રી કૃષ્ણ'ના ચરણ માત્ર આ દિવસે જ જોવા મળે છે. આ વર્ષે એટલે કે 2024માં આ શુભ દિવસ 10મી મેના રોજ ઉજવવામાં આવશે.

ભગવાન વિષ્ણુના કયા અવતારનો થયો જન્મ?

હિંદુ પુરાણ અનુસાર, હિંદુ ધર્મના પ્રસિદ્ધ ચાર યુગોમાંથી ત્રીજું યુગ 'ત્રેતાયુગ' આ દિવસથી શરૂ થયું હતું. ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી નર અને નારાયણના બે અવતાર પણ આ દિવસે થયા હતા. આ સિવાય ભગવાન વિષ્ણુનો અન્ય એક અવતાર (છઠ્ઠો અવતાર) ભગવાન પરશુરામનો પણ આ તિથિએ જન્મ થયો હતો. તેમનો જન્મ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાને ત્યાં થયો હતો. ભગવાન પરશુરામનું બાળપણમાં નામ 'રામભદ્ર' અથવા ફક્ત 'રામ' હતું, પરંતુ ભગવાન શિવ પાસેથી તેમના પ્રખ્યાત શસ્ત્ર 'પરશુ' પ્રાપ્ત કર્યા પછી, તેઓ પરશુરામ તરીકે ઓળખાયા.

    follow whatsapp