કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છના સુથરી દરિયા કાંઠે એક મોટી દૂર્ઘટના બનતા બનતા રહી ગઈ હતી. કચ્છના નલિયાના એરફોર્સના અધિકારી પોતાની પત્ની સાથે દરિયા કાંઠે ફરવા ગયા હતા. જોકે દરિયામાં ન્હાવા જતા કે કોઈ કારણ સર તેઓ દરિયામાં ડૂબવા લાગ્યા હતા. તેની જાણકારી મળતા તેઓને તુરંત બચાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આખરે બંનેને બહાર તો કાઢી લેવાયા છે પરંતુ હોસ્પિટલમાં તેમની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
ADVERTISEMENT
પાટણમાં પોલીસની હાજરીમાં જ બે જુથો વચ્ચે ‘દે દના દન’, કારની સામાન્ય ટક્કરમાં બબાલ
દરિયા કાંઠે શું બન્યો અકસ્માત કે…
કચ્છના સુથરી પાસેના દરિયામાં પતિ પત્ની બે ડૂબી રહ્યા હોવાની વિગતો મળી રહી છે. આ ડૂબનારા વ્યક્તિમાં નલિયાના એરફોર્સના એક અધિકારી અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. તે બંને દરિયા કાંઠે ફરવા ગયા હતા. જોકે કોઈ અકસ્માતે તેઓ બંને દરિયામાં ડૂબી ગયા હતા. જોકે બંનેને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા છે. છતા તેમને જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે ત્યારે તેમની હાલત નાજુક હોવાની જાણકારી મળી રહી છે.
ADVERTISEMENT