ગોધરાઃ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગોધરામાં ગોધરાકાંડ અને તે પછીના રાયોટ્સ અંગે ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આજે કોઈ પક્ષ બિલકીશના ગુનેગારોને છોડી દેવા પર નથી બોલી રહ્યા. તમે થોડી વાર માટે વિચાર કરો કે બિલકીશ તમારી બહેન, દીકરી, ભત્રીજી કે કોઈ સંબંધી હોત તો તમારું મન કેટલું દુભાતું જ્યારે તેના આરોપીઓને છોડી દેવાય. શું દેશના પ્રધાનમંત્રી તમને તકલીફ ન થઈ? તમે તો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. અમને એવું હતું કે તમે બદલાઈ ગયા છો પરંતુ તમે નથી બદલાયા. તમે એ જ હતા અને એ જ રહેશો તે અમે જાણીએ છીએ. તમે ઓવૈસીને ભલે નફરત કરો પરંતુ બિલકીશ તો તમારી દીકરી અમારી બહેન હતી.
ADVERTISEMENT
યુનિફોર્મ સિવિલ કોડ અંગે ઓવૈસીએ શું કહ્યું
તેમણે ગોધરામાં કહ્યું, નરોડા પાટીયામાં લોકોની હત્યા કરી દે છે. તે ગુનેગારને સજા થાય છે અને તે કોર્ટમાંથી જામીન લઈ ભાજપ માટે ચૂંટણીમાં કામ કરે છે અને કહે છે કે મે મુસ્લિમોની હત્યા કરી હતી મને સજા થઈ હતી. વાહ મોદીજી તમારા કેવા સંબંધ છે આવા લોકો સાથે. ભાજપ યુનીફોર્મ સિવિલ કોડ લગાવવાની વાત કરે છે. જો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો શું તમને વિશ્વાસ છે કે કોંગ્રેસીઓ બોલશે? કશું જ નહીં બોલે. પણ જો અમારો એઆઈએમઆઈએમનો ધારાસભ્ય હશે તો કહેશે કે તમારા કાયદાને નથી માનતા. જેમ તમારા એમપી ઓવૈસીએ પાર્લામેન્ટમાં સીએએ કાયદાને ફાડી નાખ્યો. યુનિફોર્મ સિવિલ કાયદા અંગે તમારે નિર્ણય કરવાનો છે. 5મીએ તમારો એક એક મત એઆઈએમઆઈએમને આપશો તો તમારી સફળતા થશે.
‘કોંગ્રેસ આ બે નેતાઓને ટિકિટ આપતી તો હું અહીંથી ઉમેદવારને ઊભા ન કરતો’
તેમણે કહ્યું, તમે મને 2 વર્ષનો હિસાબ માગો છો તો 27 વર્ષનો હિસાબ આપો. 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં જીતે છે તો તેની જવાબદાર કોંગ્રેસ છે. ભાજપ અને નરેન્દ્ર મોદી ચા પીવડાવવી પીવડાવીને કોંગ્રેસને મનાવી લીધી છે. તેમાં ચા દુધ ઓછા મલાઈ વધારે હોય છે. મુફ્તી હસનનું નામ કેન્ડિડેટ તરીકે નામ ત્યારે જાહેર કર્યું કે અહીંથી મને એમ હતું કે અનુસ આંધી અને ઈસ્માઈલને ટિકિટ મળી શકે છે કોંગ્રેસની. હું તૈયાર હતો. જો આ બંનેમાંથી કોઈને ટિકિટ મળતી તો હું તૈયાર હતો. હું કોંગ્રેસનને નફરત કરું છું છતા હું તૈયાર હતો કે હું અહીંથી જો આ બંનેને કોંગ્રેસ ટિકિટ આપતી તો હું અહીંથી કેન્ડિડેટને ઊભા ન કરતો.
અનસ અને ઈસ્માઈલનો AIMIMમાં પ્રવેશ
તેમણે કહ્યું, અમે અનસ અને ઈસ્માઈલભાઈને ખભે બેસાડવા તૈયાર છીએ આવો. તેમના આ શબ્દો દરમિયાન એક વ્યક્તિ સ્ટેજ પર આવવાનો આગ્રહ કરે છે. ઓવૈસી તેમને કહે છે કોણ છે, આવો વાંધો નહીં પછી ખબર પડે છે કે આ અનસ અને ઈસ્માઈલ છે. ત્યારે ઓવૈસી પોતાના શબ્દો પ્રમાણે તેમને ઉચકી લે છે અને તેમને એઆઈએમઆઈએમમાં ખેસ પહેરાવી પ્રવેશ આપે છે.
ADVERTISEMENT