અમદાવાદમાં રૂ.40 કરોડનો ઓવરબ્રિજ આખરે તોડી પડાશે, એજન્સી બ્લેકલિસ્ટ, AMCના 4 અધિકારીઓ સસ્પેન્ડ

અમદાવાદ: શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવામાં આવશે. આજે AMCના કમિશનરે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી.…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલા અને ભ્રષ્ટાચારથી ખદબદતા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવામાં આવશે. આજે AMCના કમિશનરે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. 7 વર્ષ પહેલા રૂ.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજને ખુલ્લો મુકાયો હતો. તે સમયે બ્રિજ 50 વર્ષ સુધી અડીખમ રહેશે તેવો દાવો કરાયો હતો. જોકે ખખડધજ થઈ ગયેલા બ્રિજને કમિટી દ્વારા તોડી પાડવા માટે ભલામણ કરવામાં આવી છે.

નબળી ગુણવત્તાના કારણે તોડવો પડશે બ્રિજ
મ્યુનિ. કમિશનર એન. થેનારસને કહ્યું કે, બ્રિજની તપાસ બાદ એક્સપર્ટ કમિટી દ્વારા અંતિમ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. જે મુજબ, બ્રિજના ફેલ્યરનું કારણ નબળી ક્વોલિટી છે. તેમાં વાપરેલા કોંક્રિટની ગુણવત્તા નબળી છે. બધા ટેસ્ટમાં આ જ સામે આવ્યું છે. જે બાદ 4 પ્રકારના કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં બ્રિજ બનાવનારી એજન્સી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને PMC બંને સામે FIR કરવામાં આવશે તથા તેમને બ્લોકલિસ્ટ કરવામાં આવશે.

AMCના 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા
આ સાથે બ્રિજની કામગીરીમાં રહેલા AMCના 4 એન્જિનિયરોને પણ સસ્પેન્ડ કરાયા છે અને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તેમની સામે તપાસ માટે કમિટી બનાવવામાં આવશે. બ્રિજના બધા સ્લેબ તોડવામાં આવશે અને પિલ્લરની મજબૂતી કેવી છે તેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે, આ પછી તેના પર નિર્ણય કરાશે.

AMCના આ અધિકારીઓ સસ્પેન્ડ

  • સતીશ પટેલ ટેક્નિકલ ઈજનેર
  • અતુલ એસ પટેલ આસી.ઈજનેર
  • આશિષ આર પટેલ આસી. ઈજનેર
  • મનોજ સોલંકી આસી. ઈજનેર

બ્રિજ તોડવાના પૈસા કોણ આપશે?
મ્યુનિ. કમિશનરે જણાવ્યું કે, બ્રિજ તોડવા અને નવો બનાવવા માટેનો તમામ ખર્ચ બ્રિજ બનાવનારી એજન્સી પાસેથી જ વસૂલ કરવામાં આવશે અને નવો બ્રિજ 2થી 3 વર્ષમાં તૈયાર થઈ જાય તે મુજબનું આયોજન છે.

 

    follow whatsapp