અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના, 17 વર્ષની સગીરા પર છરી વડે તૂટી પડ્યો એક તરફી પ્રેમી

અમદાવાદઃ સુરતની ગ્રીષ્માને એક તરફી પ્રેમીએ રહેંસીને પતાવી દીધી હતી તેવી જ અરેરાટી ભરી ઘટના અમદાવાદમાં પણ બની છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક પ્રેમીએ એક…

અમદાવાદઃ સુરતની ગ્રીષ્માને એક તરફી પ્રેમીએ રહેંસીને પતાવી દીધી હતી તેવી જ અરેરાટી ભરી ઘટના અમદાવાદમાં પણ બની છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક પ્રેમીએ એક તરફી....

અમદાવાદઃ સુરતની ગ્રીષ્માને એક તરફી પ્રેમીએ રહેંસીને પતાવી દીધી હતી તેવી જ અરેરાટી ભરી ઘટના અમદાવાદમાં પણ બની છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક પ્રેમીએ એક તરફી....

follow google news

અમદાવાદઃ સુરતની ગ્રીષ્માને એક તરફી પ્રેમીએ રહેંસીને પતાવી દીધી હતી તેવી જ અરેરાટી ભરી ઘટના અમદાવાદમાં પણ બની છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક પ્રેમીએ એક તરફી પ્રેમમાં સગીર વયની કિશોરીને છરીના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયાસ કર્યો છે. ઈજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે હવે તે શખ્સની ધરપકડ કરી લીધી છે અને કોર્ટ પાસે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

કિશોરીના પિતાના અવસાન પછી ભરત હેરાન કરવા લાગ્યો
અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષની કિશોરી પર 35 વર્ષના ભરત બોડાણ નામના એક તરફી પ્રેમી દ્વારા ગળું કાપીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. છેલ્લા 4 વર્ષથી ભરત અહીં વાડજમાં રહેવા આવ્યો હતો. તે પોતે અપરણિત હતો, ભરત છૂટક મજુરી કરે છે ઉપરાંત દારુના નશાની ટેવ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ભરતની નજર અહીં રહેતી એક કિશોરી પર હતી, તે તેના પ્રેમમાં ગાંડો થવા લાગ્યો હતો. તેમે બે વર્ષ પહેલા કિશોરી સામે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેણીને ના પાડી દીધી હતી. આ દરમિયાનમાં કિશોરીના પિતાનું અવસાન થયું અને પછી કિશોરીને પામવા ભરત તેને પરેશાન કરવા લાગ્યો હતો.

UP STFએ કર્યું અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર, ઉમેશ પાલ કેસમાં વોન્ટેડ હતો અસદ

કિશોરીની માતા પાસે હાથ માગવા પહોંચી ગયો હતો
એક દિવસ તો એવું પણ થયું કે આ 35 વર્ષનો નરાધમ તો કિશોરીનો હાથ માગવા માટે તેણીની માતા પાસે પહોંચી ગયો હતો. બંને વચ્ચે 23 વર્ષનો ફરક પણ આ શખ્સે જોયો નહીં. માતાએ ઘસીને ભરતને ના પાડી દીધી હતી. જે પછી ભરતને ખબર પડી કે તેના લગ્ન કિશોરી સાથે થશે નહીં તો તેણે તેણીને પતાવી દેવાનું નક્કી કર્યું. ગઈકાલે બુધવારે સાંજે તેણી શાકભાજી લેવા ઘરેથી જતી હતી ત્યારે ભરતે તેનો પીછો કર્યો અને તેને ગળા પર તિક્ષણ હથિયારથી ઘા કર્યો. છરીના ઘા મારતા તેણી ગંભીર રીતે ઘવાઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેને 35 ટાંકા આવ્યા હતા. આ તરફ દીકરીનો પરિવાર ડરી ગયો હતો.

આ મામલામાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરીને ભરતને દબોચી લીધો હતો. પોલીસ કાર્યવાહીમાં એ પણ જાણવા મળ્યું કે ભરત અને સગીરાના પરિવાર વચ્ચે અગાઉ ઝઘડો પણ થયો હતો. તે છેલ્લા એક મહિાથી સતત કિશોરીનો પીછો કરતો હતો. જેથી તેણી ડરી ગઈ હતી, પણ ઘરે ફરી ઝઘડો ના થાય તેથી તે કહેતી ન હતી. જેના કારણે ભરતને હિંમત આવી અને તેણે કિશોરીને તેની હત્યા કરવાની કે આત્મહત્યા કરવાની ધમકી આપતો રહેતો હતો.

    follow whatsapp