અમદાવાદઃ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ પ્રમાણે સાસરિયા દ્વારા તેને ઉપવાસ કરાવવામાં આવતા, ઘરમાં ભુવા ધૂતારાઓ બોલાવામાં આવતા અને તેમના કહેવાથી આ બધું કરવામાં આવતું. તેમના કહેવાથી તેણીને ભુખી રાખવામાં આવતી શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેના સાસુ તેને કહેતા કે તેને પતિથી દુર રહેવાનું, પતિની જોડે નહીં જવાનું, સ્પર્શ કરવાનો નહીં. નહીં તો ઘરામં તકલીફો આવશે. પરિણીતા પર વારંવાર માનસીક ત્રાસ થતા તેણીએ આખરે આ મામલે પોલીસનો દરવાજો ખટખટાવ્યો છે. તેણીએ કહ્યું કે ઘરમાં તેણી નોકરી કરે તો પણ તેનો બધો પગાર ઘર ખર્ચ માટે લઈ લેવામાં આવતો હતો.
ADVERTISEMENT
‘અમેરિકા જવા પિયરિયા પાસે દોઢ કરોડ મગાવતા’
અમદાવાદના નવા નરોડા વિસ્તારની એક પરિણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશને સાસરિયાઓ સામે ફરિયાદ કરી છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તે જ્યારે લગ્ન કરી આ ઘરમાં આવી ત્યારે તેને સાસુ-સસરા અને પતિ દ્વારા ખુબ સારી રીતે રાખવામાં આવતી હતી. ત્રણેક મહિના તો બધું બરાબર ચાલ્યું પણ બાદમાં તેનો પતિ ઘણી વખત નોકરી પર જતો નહીં અને ઘરે રોકાઈ જતો, રાત્રે મોડા ઘરે આવતો અને કારણ વગર પરિણીતા સાથે બોલવાનું બંધ કરી દેતો. જ્યારે પણ ઘરે મોડા આવવાનું કારણ પુછવામાં આવતું તો તે મારઝુડ કરવા લાગ્યો હતો. સાસુ-સસરા પણ તેમના દિકરાનું જ ઉપરાણું લઈ પરિણીતાને અપશબ્દો આપતા. કહેતા કે આખો દિવસ ઘરમાં પડીને મફતનું ખાય છે. તને અહીં રાખવી નથી અમેરિકા મોકલી દેવી છે. પિયરથી દોઢ કરોડ રૂપિયા લઈ આવવાનું પણ કહેતા.
બેંકનો શેર મળે છે 25 રૂપિયામાં, IPO ખુલતાની સાથે જ 4 કલાકમાં 7 ગણો ભરાયો
‘મહેનતનો પગાર બધો જ લઈ લેતા સાસરિયા’
પરિણીતાએ ફરિયાદમાં એવું પણ કહ્યું કે પોતે નોકરી કરતી હતી. પોતાનો મહેનતનો પગાલ બધો જ ઘર ખર્ચ માટે સાસરિયા લઈ લેતા હતા. તેની માસી સાસુ તેની નાની બહેનના લગ્ન તેમા સગામાં કરાવવા કહેતા, નહીં તો છૂટાછેડા કરાવી લેવાની ધમકી પણ આપતા હતા. પરિણીતાને જાણ પણ ના હોય અને સાસરિયા ઘરેથી પંદર પંદર દિવસ સુધી બહારગામ જતા રહેતા. માર મારવા અને સાસરીમાં ફોન કરીને તેણીને લઈ જાઓ નથી રાખવી એવું કહેતા અને કહેતા કે તમે નહીં લઈ જાઓ તો આને અમે જાનથી મારી નાખીશું. આખરે રોજ રોજની પરેશાનીઓથી કંટાળી આ મામલામાં પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે આ મામલામાં પોલીસ આગામી કાર્યવાહી હાથ ધરશે.
ADVERTISEMENT