અમદાવાદ : શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં યુવકના લગ્ન થતા નહી હોવાના કારણે પાડોશીએ પોતાની એક ઓળખીતી યુવતી સાથે પરિચય કરાવ્યો હતો. બંન્ને વચ્ચે પરિચય કેળવાયો હતો. જેના કારણે બંન્નેએ થોડા સમયના પરિચય બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે મહિલાએ પોતાની અગાઉના લગ્નથી બાળકી હોવાથી અને તે બાળકીને સાથે લઇને જ આવશે તેવું જણાવ્યું હતું. યુવક તૈયાર થયો હતો. બંન્નેએ લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પહેલા મહિલાએ કહ્યું હતુંકે, મારી સુરક્ષા માટે સોનાની બંગડી, મંગળસુત્ર તથા ચાંદીની ચાર પાયલ લઇ આપવી પડશે. પરિવારે પણ આ ઘરેણા મુદ્દે સંમતી દર્શાવી હતી.
ADVERTISEMENT
જો કે યુવતી અલગ અલગ કારણોથી સંસાર ભોગવવાનો ઇન્કાર કરી દીધો હતો
જો કે લગ્ન બાદ યુવતી અલગ અલગ કારણોથી સંસાર ભોગવવા માટે તૈયાર નહોતી થઇ રહી. એક મહિના સુધી બંન્ને વચ્ચે આ પ્રકારે જ ચાલતું રહ્યું હતું. એક દિવસ મહિલાએ તૈયારી દર્શાવી હતી કે આજ રાતથી આપણે આપણો સંસાર શરૂ કરી શકીશું. જો કે મારે ભગવાનની બાધા હોવાથી હું મંદિરે જઇને આવું. જેથી તે તમામ ઘરેણા પહેરીને મંદિરે જવા માટે નિકળી ગઇ હતી.
યુવતીએ કહ્યું ઇચ્છે તો છુટાછેડા લઇ લે હું તારી સાથે નહી રહી શકું
જો કે કલાકો સુધી તે પરત નહી આવતા આખરે યુવક તેને શોધવા નિકળ્યો હતો. જો કે મહિલા મળી નહોતી જેથી યુવકે કંઇક અજુગતુ થઇ ગયું હોવાનું લાગ્યું હતું. જેના પગલે યુવક પોતાની પત્નીને શોધવા નિકળ્યો હતો. જો કે યુવતી મળી નહોતી. જેના પગલે પોલીસે પરિવારને જાણ કરી હતી. પરિવારને પોતે છેતરાયા હોવાનું લાગતા આખરે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. જ્યારે મહિલાનો સંપર્ક કરતા મહિલાએ કહ્યું કે, તુ મારી સાથે છુટાછેડા લઇ લે હું તારી પાસે ક્યારે પણ પરત ફરવાની નથી. જેથી પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
ADVERTISEMENT