અમદાવાદઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક અજબ ગજબ પ્રેમ કહાની સામે આવી છે. અહીં કાંટો પણ નીકળી જાય અને ખબર પણ ના પડે તેવી રીતે ચાલાકીથી પતિનો કાંટો કાઢી નાખવા ખુદ તેની પત્ની જ તેને સ્લો પોઈઝન આપતી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીને પામવા માટે પતિને રસ્તામાંથી હટાવી દેવાય અને કોઈને ખબર પણ પડે નહીં તે માટેનો આ યુવતીએ ગજબ રસ્તો અપનાવ્યો હતો. આ યુવતી પતિને રોજ મિલ્ક શેક પીવડાવતી હતી જેમાં તે સ્લો પોઈઝન આપતી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. પતિને આ વાતની ખબર પડી જતા તેણે મિલ્ક શેક તો પીવાનું બંધ કરી જ દીધું પરંતુ તેની પત્ની સામે પોલીસ મથકમાં અરજી કરી કોર્ટનો દરવાજો ખટખટાવ્ય હતો. આખરે આ મામલામાં કોર્ટે છૂટાછેડા મંજુર કરી લીધા છે.
ADVERTISEMENT
પતિને થવા લાગી શારીરિક તકલીફો
અમદાવાદના નિકોલ વિસ્તારમાં વર્ષ 2010માં અજય નામના યુવકના લગ્ન ભૂમિ (બંનેના નામ બદલ્યા છે) સાથે થયા હતા. બંનેનું લગ્ન જીવન શરૂ થયું અને એક વર્ષ પછી 2011માં ભૂમિએ પુત્રને જન્મ આપ્યો. જોકે જીવનમાં બધું જ સરખું ચાલી રહ્યું હતું પરંતુ સમય જતા કજિયા શરૂ થયા અને અજયને છેલ્લે થોડા દિવસો પહેલા અચાનક તબીય બગડવી વારંવાર ઉંઘ આવવા સહિતની તકલીફો ચાલુ થઈ હતી. જોકે અજયની કિસ્મત સારી હતી કે તેનો જીવ જાય તે પહેલા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.
પોળો ફોરેસ્ટ નજીકના વિસ્તારમાંથી પકડાયો 12 ફૂટનો અજગરઃ જુઓ Video
કેવી રીતે ફૂટ્યો ભાંડો
થયું એવું કે થોડા મહિલા પહેલા જ્યારે ભૂમિ બાથરૂમમાં ન્હાવા ગઈ તેના નીકળ્યા પછી અજય બાથરૂમમાં ગયો હતો. ત્યાં તેને એક મોબાઈલ મળ્યો જે કોનો હતો તે અજય ઓળખી શક્યો નહીં. મોબાઈલ જોઈ અજયને શંકા ગઈ કે તે તેની પત્ની ભૂમિનો છે. તેણે નંબર તપાસ્યો તો નંબર પણ સાવ અલગ જ હતો જે તેની પાસે ન્હોતો. આખરે તેણે આ મોબાઈલમાં વધુ શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. તેણે વ્હોટ્સએપ ઓપન કરીને જોયું તો તેની આંખો જ ફાટી ગઈ. બે ઘડી મન બેચેન થઈ ગયું, કારણ કે તેનો ભૂમિ પરનો બધો જ વિશ્વાસ તૂટી જાય તેવી માહિતી તેની નજર સામે આવીને ઊભી રહી હતી.
તેણે જોયું કે ભૂમિ અન્ય એક યુવક સાથે પ્રેમમાં છે. તે તેની સાથે વાતચિત કરતી હતી તે વાતચિત પરથી તેને જાણકારી મળી હતી. જોકે તેને તેના કરતા વધારે ચોંકાવનારી વાતો તેમાંથી જાણવા મળી કે તેણી પ્રેમીને પોતાનો કાંટો કાઢવાની વાત પણ કરતી હતી. તે કહેતી કે આજે પાંચ ગોળીઓ આપી છે. હવે એની પાસે બહુ સમય રહ્યો નથી. તેનો ખેલ થોડા જ સમયમાં પુરો થઈ જશે. ભૂમિ તેનો કાંટો કાઢવાના પણ પ્લાન કરી શકે તે વાત તેને માનવામાં જ આવતી ન્હોતી. તેણે આ સમગ્ર વાત પોતાના પરિવારને કરી. પરિવારના લોકો એક્ઠા થયા અને ભૂમિને આ અંગે સવાલો કર્યા.
ખેડબ્રહ્માઃ ડૂબતા ભાઈને જોઈ બચાવવા ગયેલી બહેનનું પણ મોત, કરુણ બનાવથી ગમગીની
ભાંડો ફૂટ્યા પછી પત્નીએ પરિવારને કહ્યું…
ભાંડો ફૂટી ગયો હતો અને હવે વડીલોના સવાલો થતા ભૂમિ પણ સમગ્ર હકીકત પોતાના મોંઢે તેમને જણાવવા લાગી હતી. તેણીએ સ્વીકાર્યું કે તે અન્ય કોઈને ચાહે છે. તેના પ્રેમીને પામવામાં અજય આડે આવે છે તેથી તેને હટાવવા માગતી હતી. પરિવારે કહ્યું કે શું તે મીતને સ્લો પોઈઝન આપતી હતી? તેણે કહ્યું કે, તે ઉંઘની ગોળીઓ, એક્સપાયર થયેલી દવાઓ અને કેમિકલ બધું જ મિક્સ કરીને અજયને પ્રોટિન શેકમાં આપતી હતી. જેથી કોઈને શંકા ના જાય. તેણે બધાની માફી માગી કે તે હવે આવું નહીં કરે.
માફી માગ્યા પછી પરિવારે શું કર્યું?
જોકે જે રીતે ભૂમિએ આવો ભયંકર પ્લાન ઘડ્યો હતો તેને જોઈને પરિવાર ફરી તેના પર ભરોસો મુકવા તૈયાર ન્હોતો. પરિવારને અજયના જીવને લઈને પણ ચિંતા થવા લાગી હતી. કારણ કે જે પત્ની પોતાના પતિની જાણ બહાર તેને ઝેર આપી રહી હોય તેના પર ફરી કેવી રીતે ભરોસો મુકવો તે પ્રશ્ન પરિવાર સામે આવીને ઊભો હતો. આખરે ભૂમિની માફીનો અસ્વિકાર કરતા પરિવારના સભ્યોએ અજયના જીવનમાંથી તેને નીકળી જવા વાત કરી અને ફેમિલી કોર્ટમાં આ મામલો પહોંચ્યો. કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખીને છૂટાછેડા મંજુર કર્યા હતા.
ADVERTISEMENT