Vijay Suvada: છેલ્લા ઘણા દિવસથી વિવાદોમાં ફસાયેલા ગુજરાતી લોકગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાળા (Vijay Suvada)એ હવે રબારી સમાજ અને દિનેશ દેસાઈની માફી માંગી છે. વિજય સુવાળાએ વીડિયો બનાવીને દિનેશ દેસાઈની માફી માંગી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે દિનેશભાઈ સામે મેં જે કોઈ આક્ષેપો કર્યા હતા, તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.
ADVERTISEMENT
વિજય સુવાળાએ માફી માંગી
દિનેશ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ બાદ ગઈકાલે વિજય સુવાળા સહિત 7 લોકોની ઓઢવ પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ હવે એક વીડિયો દ્વારા વિજય સુવાળાએ દિનેશ દેસાઈ અને રબારી સમાજની માફી માંગી છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, , ‘આજરોજ તારીખ 28/08/2024 ના રોજ હુ વિજય સુંવાળા જાહેર મંચના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસોથી અમારા સમાજના દિનેશભાઈ (અડીસણાનુપરુ) સાથે ચાલતા વિવાદમાં જે મેં તેમના પર જે આક્ષેપો કે નિવેદનો આપ્યા હતા. તે તમામ તદ્દન ખોટા અને પાયાવિહોણા હતા. દિનેશભાઈ આ બાબતે સંપૂર્ણ સાચા છે મેં જે પણ આક્ષેપો કર્યા હતા તે તમામ આક્ષેપો મેં આવેશમાં આવી મારી જીભ લથળી જતા કર્યા હતા. આ બાબતે હું દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગુ છુ. આ બાબતે અમારે સામાજીક આગેવાનોની મધ્યસ્થી દ્વારા સમાધાન થઈ ગયેલ છે જેથી સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ આ તમામ ઝગડાનો અંત લાવવા સૌને નમ્ર વિનંતી.’
ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
ઓઢવમાં રહેતા અને જમીન દલાલીનો ધંધો કરતા દિનેશ દેસાઈએ વિજય સુવાળા, યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકોના ટોળા સામે હુમલાનો પ્રયાસ, ધમકી સહિતની ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 30થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે બાદ દિનેશ દેસાઈ અને વિજય સુવાળાએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.
ઓઢવ પોલીસે 7 લોકોની કરી ધરપકડ
તો ગતરોજ ઓઢવ પોલીસે લોકગાયક વિજય સુવાળા, તેમના ભાઈ વિપુલ ઉર્ફે યુવરાજ સુવાળા અને અન્ય શખ્સો એવા રાજેશભાઈ ઉર્ફે રાજુ રબારી, વિક્રમભાઈ ઉર્ફે વિક્કી રબારી, જયેશભાઇ દેસાઈ, દિલીપભાઈ જીણાજી અને હિરેનની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એક કાર્યક્રમમાં વિજય સુવાળાએ હાજરી ન આપતા મનદુઃખની તકરાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 7 આરોપીની ધરપકડ કરીને કુલ પાંચ ગાડી, પાઇપો અને લાકડીઓ સહિતનો મુદ્દામાલ કબજે લઈને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT