અમદાવાદઃ 18 વર્ષની નાની ઉંમર અને વાહન ચલાવવાનો પરવાનો પણ ન હોય તેવા કોઈ વ્યક્તિને તે વાહન ચલાવવા માટે સરકાર પણ યોગ્ય માનતી નથી. જોકે અહીં સ્ટેટસ, આડસ, વ્હાલા પેરેન્ટ્સ તરીકેનો દેખાડો, સંતાનોની જીદ, બાળકની ચોરી છૂપેથી વાહન લઈ જવા વગેરે જેવી ઘણી બાબતો છે જેના કારણે વાહનની ચાવી સગીરોના હાથમાં જતી હોય છે. જોકે જે માતા પિતા સંતાનના હાથમાં જાણી જોઈને ચાવી મુકે છે તે માતા-પિતાને પછતાવાની પણ વારી આવતી હોય છે. આવું જ કાંઈક અમદાવાદમાં કેટલાક માતા પિતાની સાથે થયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનામાં 15 જેટલા માતા-પિતા સામે ગુનો નોંધાયો છે.
ADVERTISEMENT
અમદાવાદ ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વયના વ્યક્તિઓને વાહન ચલાવતા રોકવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. સગીર વાહન ચલાવતા દેખાશે અને ટ્રાફિક પોલીસ પકડશે તો માતા-પિતા સામે ફરિયાદ થશે. છેલ્લા 3 મહિનામાં 15 માતા-પિતા સામે તો ગુનો નોંધાઈ પણ ચુક્યો છે. આ IPC 199 મુજબની ફરિયાદ હોય છે જેમાં 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 25 હજાર સુધીનો દંડ પણ.
ગુજરાતીઓ… આજે મળશે ગરમથી થોડી રાહત, કયા જિલ્લામાં કેટલો રહેશે ગરમીનો પારો
અકસ્માત થવાનું જોખમ
ટ્રાફિક પોલીસ અમદાવાદ દ્વારા આ ડ્રાઈવને અંતર્ગત સ્કૂલ અને ક્લાસિસ જેવા સ્થાનો પર વોચ પણ ગોઠવવાાં આવશે. પોલીસ પ્રમાણે લાયસન્સ વગર વાહન ચલાવતા સગીરના કારણે અકસ્માતનું જોખમ વધે છે અને તેના કારણે ન માત્ર તેમના જીવન અન્યોના જીવનને પણ એટલું જ જોખમ છે.
આ અમદાવાદીઓ સામે ગુનો નોંધાયો
પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જ અકસ્માતમાં સગીરનું મોત થતા ટ્રાફિક પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો. એક તરફ સંતાનના મોતનું દુઃખ તો બીજી તરફ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. શાસ્ત્રીનગરમાં ત્રિપદા સ્કૂલ પાસે ક્રિકેટ રમવા જતા 16 વર્ષના ભાવેશ અને તેના બે મિત્ર રવિ અને પ્રકાશને લઈને તે બાઈક પર નીકળ્યો હતો. કૂતરું આવી જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેમાં ભાવેશનું મોત થયું હતું. આ કેસમાં તેના માતા-પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT