અમદાવાદ: એક બાજુ દુનિયાભરમાં મંદીના પડઘમ વચ્ચે ગૂગલ, ફેસબુક અને અમેઝોન જેવી મોટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ત્યારે અમદાવાદમાં એક કંપનીએ વર્ષોથી પોતાના માટે કામ કરતા કર્મનીષ્ઠ કર્મચારીઓને કાર ગિફ્ટ આપી હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદમાં આવેલી Tridhya Tech ડિજિટલ ટ્રાન્ફોર્મેશન સેવાઓ પ્રદાન કરતી કંપની છે. જેણે પોતાના 13 કર્મચારીઓને વર્ષોની કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે 13 કારથી સન્માનિત કર્યા છે.
ADVERTISEMENT
કંપનીએ બનાવેલા પૈસા કર્મચારીઓને વેચ્યા
આ અંગે ત્રિધ્યા ટેકના ડિરેક્ટર અને મુખ્ય અધિકારી રમેશ મરંડે કર્મચારીઓને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, “અમે અમારા કર્મચારી માન્યતા કાર્યક્રમના ભાગ રૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ.” તેમણે ઉમેર્યું, “આ માત્ર શરૂઆત છે. અમે વધુ અને વધુની રાહ જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં આવી વધુ પહેલ કરવામાં આવશે.
8 વર્ષ પહેલા થઈ હતી કંપનીની શરૂઆત
ત્રિધ્યા ટેક કંપનીની શરૂઆત 8 વર્ષ પહેલા થઈ હતી. જોકે આટલા વર્ષોમાં કંપનીએ સમગ્ર એશિયા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં ઘણા પ્રોજેક્ટ્સ કર્યા છે. BFSI, હેલ્થકેર, ઈન્સ્યોરન્સ, રિટેલ અને એનર્જી જેવા ઉદ્યોગોમાં સફળ સહયોગથી કંપનીએ પોતાનું નામ બનાવ્યું છે. એક સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી કંપની આજે કરોડોનું ટર્નઓવર કરી રહી છે. ત્યારે સ્ટાર્ટઅપમાં કામ કરવા પોતાની સારી પોઝિશન છોડીને આવેલા કર્મચારીઓનું કંપનીએ આજે સન્માન કર્યું હતું.
ટોયોટા ગ્લાન્ઝા કારની ભેટ
આ પ્રસંગે બોલતા એક કર્મચારીએ કહ્યું કે, તમે જે મહેનત કરી છે અને તેના માટે પરિણામ મેળવ્યું છે તેના માટે પ્રશંસા કરવી ખૂબ જ સરસ લાગે છે. જો કે, તમારા એમ્પ્લોયર પાસેથી કાર મેળવવી. એક સંપૂર્ણ નવું સ્તર છે. કંપની વૃદ્ધિમાં અમારા યોગદાનની કદર કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી.” નોંધનીય છે કે, અત્યાર સુધી સુરતની હરેકૃષ્ણા ડાયમંડ કંપની દ્વારા દર વર્ષે દિવાળી બોનસમાં કર્મચારીઓને અવનવી ભેટ આપવામાં આવતી હતી. જેમાં કારથી લઈને ફ્લેટ સુધીની ભેટ હતી. ત્યારે અમદાવાદની કંપનીએ પણ આ રીતે કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરતા તેમને ટોયોટા ગ્લાન્ઝા કાર ભેટ આપી છે.
ADVERTISEMENT