અમદાવાદ: અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં આવેલા ડાયાલિસિસ વોર્ડમાં છતનો ભાગ અચાનક ધરાશાયી થયો હોવાની ખબર સામે આવી રહી છે. હોસ્પિટલના 12મા માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલીંગના POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું. જોકે આ દરમિયાન વોર્ડમાં કોઈ દર્દી ન હોવાના કારણે દુર્ઘટના થતા થતા ટળી હતી.
ADVERTISEMENT
હોસ્પિટલમાં કામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ
ત્યારે હાલમાં તો અમદાવાદમાં વરસાદ પણ નથી કે વાવાઝોડાના કારણે ભારે પવન પણ હજુ સુધી ફૂંકાયો નથી. તેમ છતાં હોસ્પિટલની છત ધરાશાયી થતા હોસ્પિટલમાં કરવામાં આવેલા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
અગાઉ ડિપીમાં બ્લાસ્ટ થયો હતો
નોંધનીય છે કે, અઠવાડિયા પહેલા જ SVP હોસ્પિટલમાં આવેલા ઈલેક્ટ્રીક સપ્લાઈઝને લગતા એક્ટિવ રૂમમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાને પગલે ત્યાં હાજર ત્રણેક વ્યક્તિ એક્ટિવ રૂમનો દરવાજો ખોલી તપાસવા જતા તેમને પણ કરંટ લાગ્યો હતો. અહીંથી સપ્લાય થતી વીજળીનો પાવર સામાન્ય નહીં પરંતુ અત્યંત હાઈ હોય છે. જેના કારણે આ ત્રણેયને વીજળીનો કરંટ લાગતા તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT