Ahmedabad: હોટલમાંથી HIV પોઝિટિવ યુવતીની મળી લાશ, સાથી યુવાન છૂમંતર

અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી એક હોટલમાંથી યુવતીની લાશ મળી આવી છે. બોડકદેવ પોલીસને વિગત મળતા જ પોલીસે સ્થળ પર દોડી આવીને વધુ તપાસ…

Ahmedabad: હોટલમાંથી HIV પોઝિટિવ યુવતીની મળી લાશ, સાથી યુવાન છૂમંતર

Ahmedabad: હોટલમાંથી HIV પોઝિટિવ યુવતીની મળી લાશ, સાથી યુવાન છૂમંતર

follow google news

અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી એક હોટલમાંથી યુવતીની લાશ મળી આવી છે. બોડકદેવ પોલીસને વિગત મળતા જ પોલીસે સ્થળ પર દોડી આવીને વધુ તપાસ આરંભી છે. 24 વર્ષની આ યુવતી એચઆઈવી પોઝિટિવ હોવાનું અને સ્પામાં કામ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાથે જ આ યુવતી સાથે એક યુવક પણ હતો કે જે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

ડ્રગ્સની પણ હતી યુવતીને આદત
બોડકદેવ પોલીસને અમદાવાદની એસજી હાઈવે પરની એક હોટલમાં યુવતીની લાશ મળ્યાની વિગતો સામે આવી હતી. 24 વર્ષની આ યુવતી મૂળ મિઝોરમની વતની હતી અને અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક સ્પામાં કામ કરી જીવન ગુજારો કરતી હતી. આ યુવતી ડ્રગ્સની આદતી હોવાનું અને એચઆઈવી પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે તેણીનું મોત ડ્રગ્સ ઓવરડોઝમાં થયું હોઈ શકે છે. જોકે પોસ્ટ મોર્ટમની રિપોર્ટથી વધારે ચિત્ર સ્પષ્ટ કરશે.

માવઠાની આગાહી સાથે વડોદરામાં વરસાદ, અરવલ્લી-પંચમહાલનું વાતાવરણ પલટાયું

પોલીસે તપાસ્યા સીસીટીવી-રજિસ્ટર
પોલીસનું કહેવું છે કે, સ્થળ તપાસમાં અને ખાસ કરીને યુવતીના શરીર પર પણ કોઈ ઈજાઓના નિશાન દેખાયા નથી. આ યુવતી તેના મિત્ર સાથે હોટલમાં રહેવા આવી હતી. તે ઉપરાંત તેમની સાથે એક બીજું કપલ પણ હોટલમાં રહ્યું હતું. તે અંગે પણ સધન તપાસ ચાલુ છે. પોલીસે સીસીટીવી, રજિસ્ટરમાં એન્ટ્રી વગેરે તપાસ્યા છે. શક્ય છે કે તેણીની સાથે કાંઈ અઘટીત બન્યું હોય.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp