અમદાવાદની શાળાઓ રહેશે આવતીકાલે બંધઃ Biparjoy વાવાઝોડાને કારણે ગુજરાતના આ જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ

અમદાવાદઃ અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાને લઈને યલો એલર્ટ છે. જ્યારે હાલમાં ગુજરાતને બિપોરજોય વાવાઝોડું અથડાયું છે અને આવતીકાલે 16મી જૂનએ પણ તેની માઠી અસરો થવાની છે.…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાને લઈને યલો એલર્ટ છે. જ્યારે હાલમાં ગુજરાતને બિપોરજોય વાવાઝોડું અથડાયું છે અને આવતીકાલે 16મી જૂનએ પણ તેની માઠી અસરો થવાની છે. જેને કારણે વહીવટી તંત્ર દ્વારા શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આવતીકાલે તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડા, આણંદ, નવસારી, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં શાળાઓના શૈક્ષણિક કાર્યો આવતીકાલે બંધ છે.

Biparjoy: ભાવનગરમાં 2 વ્યક્તિ અને 15થી વધુ પશુઓનો લીધો ભોગ, CPR આપ્યા પણ ના બચ્યો જીવ

આદેશમાં શું કહેવાયું છે?
અમદાવાદ શિક્ષણાધિકારી તરફથી સામે આવેલો આ પત્ર કહે છે કે, હાલમાં બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારો જિલ્લાઓ પ્રભાવિત થયા છે. આપત્તિના સામે તૈયાર રહેવાના સૂચનો આપવામાં આવ્યા છે. જેને પગલે આવતીકાલે 16મી જૂને શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. જોકે સ્ટાફે શાળામાં હાજર રહીને જરૂર પડ્યે શેલ્ટર હોમ તરીકે કામગીરીમાં સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં વહીવટી તંત્રની સૂચના પ્રમાણે કામગીરી અને વહીવટી તંત્રને મદદગાર રહવાના આદેશ કરવામાં આવ્યા છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી / હેતાલી શાહ, આણંદ / રોનક જાની, નવસારી)

    follow whatsapp