હૈયે હૈયું દળાયુંઃ રથયાત્રામાં જુઓ આ બે Video કેવી જંગી મેદની ઉમટી છે

Urvish Patel

• 06:49 AM • 20 Jun 2023

અમદાવાદઃ જીપીએસ સિસ્ટમ, 3ડી મેપિંગ, ડ્રોન સર્વેલન્સ, 26000 પોલીસ અને વિવિધ દળો, ગજરાજ, ટ્રકો, ઘોડા, અખાડા, ભજન, ડીજે સાથે અમદાવાદના રસ્તાઓ પર આજે અષાઢી બીજના…

gujarattak
follow google news

અમદાવાદઃ જીપીએસ સિસ્ટમ, 3ડી મેપિંગ, ડ્રોન સર્વેલન્સ, 26000 પોલીસ અને વિવિધ દળો, ગજરાજ, ટ્રકો, ઘોડા, અખાડા, ભજન, ડીજે સાથે અમદાવાદના રસ્તાઓ પર આજે અષાઢી બીજના પર્વે ત્રણ રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા છે. સરસપુરમાં મોસાડું માણી ભરપેટ ભોજન આરોગી ભગવાન જગન્નાથના આશિર્વાદ લેવા લોકોની કેટલી મેદની ઉમટી છે તે કદાચ આ વીડિયોમાં પણ કંડારી શકાઈ નથી. અધધધ સંખ્યામાં લોકો અહીં આવી પહોંચ્યા છે.

હૈયે હૈયુ દળાયું
લોકો એક બીજાની સાથે હર્ષોલ્લાસથી આ પરંપરાગત રથયાત્રામાં જોડાયા છે. નીજ મંદિરથી શરૂ થયેલી યાત્રા 18 KMની રથયાત્રા સાંજે પરત નીજ મંદિરે સમાપ્ત થશે. ત્યાં સુધી તો અહીં લાખોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરશે તેવો અંદાજ છે. હાલ પણ અહીં હજારોની સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. જાણે હૈયે હૈયુ દળાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જોકે આ તમામ જનમેદનીની સુરક્ષા માટે ગુજરાત પોલીસે ખાસ ટેક્નોલોજી અને હ્યુમન ઈંટેલિજન્ટ્સથી એક અલગ જ પ્રકારનું સુરક્ષા કવચ બનાવી દીધું છે. 3 ડી સર્વેલન્સ હોય કે ડ્રોન, પોલીસની ચાંપતી નજર રથયાત્રાની સુરક્ષા પર મંડાયેલી છે.

..

    follow whatsapp