રાજકોટઃ રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી મૂળ જામનગરની યુવતી પર અમદાવાદના એક યુવકે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં સાથે નોકરી કરતા હતા ત્યારે આ બંને વચ્ચે મિત્રતા થઈ હતી તેના કારણે તેને ભોળવીને મળવા બોલાવી હોવાનું ફરિયાદમાં કહેવાયું છે. જે પછી તેને રાજકોટની હોટલમાં લઈ જઈને તેની સાથે બળજબરીથી સંબંધો બાંધીને તેના ફોટો-વીડિયો મોબાઈલમાં કેદદ કરી લીધા અને ધરાર સંબંધ રાખવા દબાણ કર્યું હતું અને જો નહીં રાખે તો આ બધા ફોટો અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. સાથે જ તે પરિવારને પણ મોકલી દેશે તેવું કહ્યું હતું. બનાવને પગલે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
‘અમે ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા હતા’
રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે 30 વર્ષનની મૂળ જામનગરની યુવતીએ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા અલસાગર એપાર્ટમેન્ટમાં રહેતા ઝુબીન શમીમખાન પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, હું રાજકોટમાં રહું છું અને પહેલા વર્ષ 2018માં અમદાવાદની એક કંપનીમાં નોકરી કરતી હતી. જ્યાં તેની સાથે ઝુબીન પઠાણ પણ નોકરી કરતો હતો તેથી તે તેને ઓળખતી હતી અને ફોન નંબરની આપ લે થઈ હતી. દરમિયાન ગ્રુપ સર્કલ સાથે ફરવા પણ જતું હતું અને ચારથી પાંચ મહિના સાથે નોકરી પણ કરી હતી. જે પછી નોકરી છોડીને તે રાજકોટમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી હતી. જોકે આ દરમિયાનમાં ઝુબીન સાથે વાત થતી રહેતી હતી. 2021ના નવેમ્બરમાં ઝુબીન રાજકોટ આવ્યો હતો અને તે મને ભોળવીને 150 ફૂટ રિંગરોડ પર આવેલી ગેલેરિયા હોટલમાં લઈ ગયો જ્યાં તેણે જબરજસ્તી મારી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ફોનમાં ફોટો અને વીડિયો લઈ લીધા હતા.
‘મેં મારા ભાઈને વાત કરતા તેણે હિંમત આપી’
આ પછી ઝુબીન અંગે મેં તપાસ કરી તો ખબર પડી કે તે જુહાપુરામાં અલસાગર એપાર્ટમેન્ટમાં ડી-2માં રહે છે. હવે તેણે મારી સાથે વાત કરવાનું ઓછું કરી નાખ્યું પણ પાંચ છ મહિનાથી તે મને મેસેજ કરીને ફોટો-વીડિયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપે છે અને કહે છે કે તું મારી સાથે સંબંધો રાખ નહીં તો હું આ ફોટો-વીડિયો તારા પરિવારને મોકલી દઈશ, વાયરલ કરી દઈશ. મેં આ અંગે મારા ભાઈને વાત કરી અને તેણે મને હિંમત આપી અને હવે હું સામાજિક ડરથી ફરિયાદ કરતી ન હતી પરંતુ હવે પણ ધમકીઓ ચાલુ જ રહેતી હોવાથી મેં પોલીસ ફરિયાદ કરી છે.
ADVERTISEMENT