ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં રાજ શેખાવત સાથે બબાલઃ પોલીસનો હળવો લાઠીચાર્જ

અમદાવાદઃ અમદાવાદમાં જ્યાં એક તરફ વરસાદ, આઈપીએલ અને બાબાના દિવ્ય દરબાર પર સતત લોકોની નજર બેઠી છે ત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે કે દિવ્ય…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદમાં જ્યાં એક તરફ વરસાદ, આઈપીએલ અને બાબાના દિવ્ય દરબાર પર સતત લોકોની નજર બેઠી છે ત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે કે દિવ્ય દરબારમાં પોલીસ અને ભક્તો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. પોલીસ અને બાબાના ટેકેદારો આમને સામને થઈ ગયા હતા. એક તબક્કે કરણી સેનાના નેતા રાજ શેખાવત અને અન્યો પર હળવો લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

IPL 2023 FINAL GTvsCSK Live Update: ભારે વરસાદથી મેચ અટકી, ચેન્નાઇને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ

રાજ શેખાવતને લઈ જવાયા પોલીસ સ્ટેશન
પ્રાપ્ત વિગતો અનુસાર કરણી સેનાના રાજ શેખાવત અને પોલીસ વચ્ચે બબાલ થઈ ગઈ હબતી. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત અને તેમના ટેકેદારો કાર્યક્રમના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે પોલીસે મામલાને કાબુમાં કરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યાની વિગતો સામે આવી રહી છે. રાજ શેખાવતને નજીકના પોલીસ મથકે લઈ જવાયા છે. બાબાના આગમને પગલે અહીં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે રાજ શેખાવત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ જતા પોલીસ અને કરણી સેનાના કેટલાક વ્યક્તિઓ સામ સામે આવી ગયા હતા. દરમિયાન રાજ શેખાવતને પકડીને નજીકના પોલીસ મથકે લઈ જવાયા હોવાની વિગતો સામે આવી છે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

    follow whatsapp