અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળ્યો છે. શનિવારે સાંજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારપછી જોતજોતામાં વરસાદી ઝાપટા પડતા લોકોને બફારામાંથી રાહત મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે વરસાદની રમઝટ પશ્ચિમના વિસ્તારોમાં જોરદાર જોવા મળી હતી. ત્યારે અમદાવાદના બોડકદેવ, સેટેલાઈટ, એસ.જી.હાઈવે, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
ADVERTISEMENT
સાંજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું
અમદાવાદમાં સાંજ સુધીમાં ગાઢ ધુમ્મસ વાદલો ઘેરાઈ ગયા અને જોતજોતામાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. આજના દિવસની વાત કરીએ તો સવારથી લઈને સાંજ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આના કારણે અચાનાક જ વરસાદ પડી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કર્યો હતો. કારણ કે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતા વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો.
આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT