Ahmedabad Rain Update: સાબરમતીમાં છોડાયું પાણી, ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ, નદી કાંઠે એલર્ટ

Ahmedabad Rain Update: ઉપરવાસમાં પાણીની આવક વધી છે જેને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સાબરમતી નદીમાં હાલમાં વહી રહ્યું છે. સાબરમતી…

gujarattak
follow google news

Ahmedabad Rain Update: ઉપરવાસમાં પાણીની આવક વધી છે જેને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી સાબરમતી નદીમાં હાલમાં વહી રહ્યું છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થતા નદીના કાંઠાના વિસ્તારોને એલર્ટ પર મુકાયા છે. સાથે જ હાલમાં તકેદારીના ભાગરૂપે ફ્લોટિંગ રેસ્ટોરાંને બંધ કરવામાં આવી છે. સ્થિતિ સામાન્ય થયા બાદ રેસ્ટોરાં શરૂ કરવામાં આવશે.

AMCએ લીધો ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરવાનો નિર્ણય

અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીની જળ સપાટી વધી રહી છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં સુરક્ષાને ધ્યાને લઈને ફ્લોટિંગ રેસ્ટોરાં બંધ કરી દેવાઈ છે. ટેક્નીકલ ટીમ સાથે આ અંગે કોર્પોરેશનના હોદ્દેદારો દ્વારા ચર્ચા કરવામાં આવી અને હાલમાં સામાન્ય સ્થિતિ થાય ત્યાં સુધી રિવર ક્રુઝ માટે પ્રતિકુળ સમય હોઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી વરસાદ અને પાણીની આવક વધી રહી છે ત્યાં સુધી રિવર ક્રુઝ બંધ રહેશે.

Khalistani Nijjar News: ‘આતંકીને કહ્યો કેનેડિયન નાગરિક’ નિજ્જર જ નહીં, આવા 5 કેસ જ્યારે ખાલિસ્તાનીઓના હમદર્દ બન્યા PM ટ્રૂડો

વાસણા બેરેજથી 18000 ક્યૂઝેક પાણી છોડાયું

સાબરમતીમાં નવા પાણી આવતા વાસણા બેરેજના પણ દરવાજા ખુલ્યા છે. જેમાંથી 18000 ક્યૂઝેક પાણી છોડવામાં આવ્યું છે. ગત મોડી રાત્રેથી જ વાસણા બેરેજમાં જળસ્તરને 127 ફૂટ કરાયું છે. 15 દરવાજા ખોલીને પાણીની જાવક કરવામાં આવી છે. જેથી કિનારાના ભાગોમાં એલર્ટ અપાયું છે. આપને જણાવી દઈએ કે ધરોઈ ડેમ હાલમાં 92.40 ટકા ભરાયેલો છે, જેની ભયજનક સપાટી 622 છે અને હાલમાં તે 620.07 ફૂટ પર પાણી ધરાવે છે.

    follow whatsapp