અમદાવાદ પોલીસને વધુ એક લાંછન લાગ્યુંઃ વસ્ત્રાપુરના હેડ કોન્સ્ટેબલ અને તેના રાઈટરે કર્યું આવું કામ

અમદાવાદઃ અમદાવાદ પોલીસને વધુ એક વખત લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને તેના રાઈટર દ્વારા…

અમદાવાદ પોલીસને વધુ એક લાંછન લાગ્યુંઃ વસ્ત્રાપુરના હેડ કોન્સ્ટેબલ અને તેના રાઈટરે કર્યું આવું કામ

અમદાવાદ પોલીસને વધુ એક લાંછન લાગ્યુંઃ વસ્ત્રાપુરના હેડ કોન્સ્ટેબલ અને તેના રાઈટરે કર્યું આવું કામ

follow google news

અમદાવાદઃ અમદાવાદ પોલીસને વધુ એક વખત લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને તેના રાઈટર દ્વારા ફરિયાદીને લોક અપમાં ન પુરીને સીધા જ કોર્ટમાં રજૂ કરવાની દાટી આપી તેની પાસે 50,000ની લાંચ માગવામાં આવી હતી. જોકે લાંચની લાલચમાં અંધ બનેલા બંને પોલીસ કર્મચારીઓને એસીબીના છટકાની ગંધ પણ આવી ન હતી. એસીબી દ્વારા બંનેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. એસીબીએ બંનેની ધરપકડ કરી લીધી છે અને હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે ખંખેરતા હતા રૂપિયા
હકીકત એવી છે કે, એક ફરીયાદી વિરૂધ્ધ વસ્રાપુર પોલીસ સ્ટેશન ખાતે પૈસાની લેવડ- દેવડ બાબતેની અરજી થઈ હતી. જે અરજીની તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ અમરસિહ ઝાલા (ઉ.વ.51) પાસે હતી. આ હરદેવસિંહના રાઈટર તરીકે રવીન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ડાભી (ઉ.વ.30) કામ કરતો હતો. તે બંનેએ ફરીયાદી વિરૂધ્ધની અરજી તપાસમાં સી.આર.પી.સી. કલમ- 151 મુજબ કાર્યવાહી કરી પરંતુ ફરિયાદીને લોકઅપમાં નહીં મુકવા તેમજ બારોબાર નામદાર કોર્ટમાં રજુ કરવાની દાટી આપીને બંનેએ ફરિયાદી પાસે રૂ. ૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

અધિકારીએ કહ્યું કે અનેક મહત્વની ગુપ્ત ફાઇલો ગુમ, સરકારે કહ્યું તે અહીંના સમીર વાનખેડે છે

જોકે આ બંનેને ફરિયાદી લાંચ આપવા માગતા ન હતા. તેમણે આ મામલામાં એસીબીનો સંપર્ક કર્યો અને તેમની વિગતોને આધારે એસીબીએ છટકાનું આયોજન કરી દીધું હતું. લાંચના છટકા દરમ્યાન હરદેવસિંહ અને તેનો રાઈટર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રવિન્દ્રસિંહ લાંચનાં નાણા રૂ.૫૦,૦૦૦/- સ્વીકારી લાંચનાં છટકા દરમ્યાન બંને પકડાઇ ગયા છે. આખરે આ મામલામાં હવે એસીબીએ બંનેને પકડી પાડીને વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

    follow whatsapp