લુંટારૂઓની ક્યાં જરૂર છે પોલીસ છે! એરપોર્ટ નજીક મુસાફર પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ

અમદાવાદ : ગુજરાત પોલીસનું અને ખાસ કરીને કેટલાક કર્મચારીઓનું કામ તો એવું થઇ ચુક્યું છે કે, એવું કામ કરો કે બીજી વખત કોઇ કામ તમને…

Ahmedabad Police Took bribe from tourist at airport

Ahmedabad Police Took bribe from tourist at airport

follow google news

અમદાવાદ : ગુજરાત પોલીસનું અને ખાસ કરીને કેટલાક કર્મચારીઓનું કામ તો એવું થઇ ચુક્યું છે કે, એવું કામ કરો કે બીજી વખત કોઇ કામ તમને ચિંધે જ નહી. ઇસ્કોનબ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન કડક ચેકીંગના નામે તોડબાજી શરૂ કરવામાં આવી હોવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એરપોર્ટથી પરત ફરી રહેલા એક વ્યક્તિનો પોલીસે કોઇ કારણ વગર જ તોડ કર્યો હતો. હાલ તો સમગ્ર મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચતા ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.

એરપોર્ટથી પોતાના ઘરે જઇ રહ્યા હતા

અમદાવાદના સાઉથ બોપલ ખાતે રહેતા મિલન કૈલા 25 તારીખે એરપોર્ટથી ઉબર ટેક્ષી દ્વારા પરત ફરી રહ્યા હતા. દરમિયાન એસપી રીંગ રોડ પર ઓગણજ ચોકડી નજીક એક પોલીસની જીપ ઉભી હતી. તેમણે ગાડી અટકાવી હતી અને મિલનભાઇને ઉભા રાખીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. તમારી વિરુદ્ધ કેસ કરવો પડશે તેમ કહીને ડરાવી ધમકાવીને પૈસાની માંગણી કરી હતી. જો પૈસા નહી આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી. જેથી ગભરાયેલા મિલનભાઇએ પૈસા આપવા માટે હા પાડી હતી. જેથી પોલીસની ગાડીમાં જ તેને બેસાડીને એટીએમ ખાતે લઇ જઇને પૈસા પડાવ્યા હતા.

પરિવાર સાથે રહેલા વ્યક્તિનો તોડ કરવા પત્ની સાથે અયોગ્ય વર્તન શરૂ કર્યું

સૌથી ચોંકાવનારી બાબત હતી કે મિલનભાઇ પોતાના પરિવાર સાથે હોવા છતા પણ તેની સાથે ગેરવર્તણુંક કરી હતી અને તોડ કરી લીધો હતો. ઘટના સ્થળ પર બે પોલીસ કર્મચારી ડ્રેસમાં જ્યારે એક વ્યક્તિ સાદા ડ્રેસમાં હતો. તે પૈકીનો એક વ્યક્તિ સાદા ડ્રેસમાં મિલનભાઇના પત્ની પાસે બેસી ગયો હતો. પત્ની સાથે અણછાજતુ વર્તન કરી તેનો મોબાઇલ પણ ઝુંટવીને સ્વિચઓફ કરી દીધો હતો. બે લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો પૈસા નહી આપે તો આખા પરિવારને જેલમાં પુરીશું તેવી ધમકી આપી હતી.

60 હજાર રૂપિયાનો તોડ કર્યા બાદ છોડ્યા

આખરે લાંબી રકઝક બાદ 60 હજાર રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જેથી ગણેશ ગ્લોરી ખાતે આવેલી એસબીઆઇ બેંકના એટીએમમાં જઇને 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જે પૈસા પોલીસ કર્મચારી દ્વારા ઉઠાવી લેવાયા હતા. ઉબર ગાડીના ડ્રાઇવરના ખાતામાં પણ 20 હજાર ટ્રાન્સફર કરાવીને પૈસા લીધા હતા. સમગ્ર ઘટનાથી સમસમી ગયેલા મિલન ભાઇએ બીજી જ સવારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેથી સોલા પોલીસે તત્કાલ તપાસ કરીને ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ASI અશોક ચૌધરી, કોન્સ્ટેબલ મુકેશ ચૌધરી અને TRB જવાન વિશાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.

    follow whatsapp