અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજો સહિત ટ્રાફિકના નિયમોને તોડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ સમગ્ર ડ્રાઈવના નિર્ણયની જાહેરાત સાથે એક મોટો સવાલ એ પણ છે કે જ્યાં તથ્ય દ્વારા 20 લોકોને ફંગોળી નાખવાની અમદાવાદમાં ઘટના બની છે જે પછી લોકો ટ્રાફિકના નિયમોના કડક પાલનની માગ કરી રહ્યા છે ત્યાં હવે ગુજરાત પોલીસ મહિનો ડ્રાઈવ ચલાવ્યા પછી શું કરશે? શું સ્થિતિ જેસે થે વેસે જેવી થઈ જશે કે નવું નવું એક મહિનો ચલાવીને બાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં ફરી લાલીયાવાડી ચાલુ થશે?
ADVERTISEMENT
શું છે ડીજીપીનો આદેશ?
ગુજરાત પોલીસ વડાના આદેશ પ્રમાણે હવે એક મહિના માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે. ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, રોંગ સાઈડ વાહન ચલાવવું, સિગ્નલ તોડવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.
જૂનાગઢ બિલ્ડિંગ ધરાશાયી 4નાં મોત, MLA એ કમિશ્નરને ઘટના સ્થળેથી કાઢી મુક્યા
નબીરાઓને પાઠ ભણાવવા નિયમોનું કડકાઈ ભર્યું પાલન જરૂરી
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પહેલા થયેલા થાર કારના અકસ્માતમાં થાર કાર ચલાવનારો એક સગીર વયનો ચાલક હતો. આ કારનો અકસ્માત થતા લોકો મદદ કરવા માટે અહીં ટોળે ભેગા થયા હતા ત્યાં તથ્યની ઓવર સ્પીડ જેગુઆર કાર માતેલા સાંઢની જેમ લોકો પર ફરી વળી હતી. 20 લોકોને તથ્યએ ફંગોળી નાખ્યા હતા અને તેમાંથી 10 લોકોના મોત નિપજ્યા છે. ગંભીર અકસ્માત બાદ ઠેરઠેર ટ્રાફિકના નિયમોના પાલનને લઈને લોકોએ પોલીસના કાન આમળ્યા હતા. લોકોએ ઉગ્ર માગણી કરી હતી કે આવા નબીરાઓને પાઠ ભણાવવા માટે નિયમોનો કડકાઈથી અમલ જરૂરી છે. ત્યારે આજે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસને એક મહિનો સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવાનો આદેશ કર્યો છે.
આ ડોક્યુમેન્ટ્સ સાથે જ બહાર નીકળજો
હવે આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમિયાન ખાસ પોલીસ લોકો પાસેથી કેટલાક દસ્તાવેજો માગી શકે છે. જેમાં ટ્રાફિકના નિયમોનું ભગ કરતા ઝડપાશો તો તો કાર્યવાહી થશે જ પરંતુ આપ પાસે લાયસન્સ, આરસી બુક, પીયુસી, હેલમેટ પણ હોવા જરૂરી છે.
ADVERTISEMENT