અમદાવાદ : પોલીસની યશકલગીમાં તોડનો એક કાંડ હજી હાલમાં જ ઉમેરાયો હતો. બોપલના એક યુવકનો તોડ કરવા મામલે હાઇકોર્ટમાં અપાર સ્નેહ મેળવી આવ્યા છતા પણ પોલીસ કાંઇ પણ સુધરી હોય તેવું નથી લાગી રહ્યું. અમદાવાદના રીંગ રોડ પર ફરી એકવાર પોલીસે દિલ્હીથી મેચ જોવા માટે આવેલા એક યુવકનો તોડ કર્યો હતો. જેમાં દિલ્હીથી મેચ જોવા માટે આવેલા કાનવ નામના યુવાનને નાના ચિલોડા પાસે દારૂની બોટલ સાથે ઝડપ્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરવાની દાટી આપીને યુવકને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ બેડામાં ભારે હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
પોલીસ જવાને VIP મુવમેન્ટ હોવા છતા પોલીસે સમય કાઢીને તોડ કરી લીધો
હાલ તો અહેવાલ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. મેચ જોવા આવેલા યુવક પાસે કાયદેસર પરમીટ હોવા છતા પણ તોડ કર્યો હોવાની વાત છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા સામે આવી નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
G ડિવિઝનના પોલીસ કર્મચારીએ દિલ્હીના યુવકનો તોડ કર્યો
પોલીસ કર્મચારી G ડિવીઝનનો ટ્રાફીક પોલીસ હોવા છતા પણ તેણે યુવકને ખોટી રીતે બાનમાં લીધો હતો. કાનવ નામના આ યુવાને હડીયોલ અરૂણ નામના એક બીજા શખ્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે બહારથી આવેલા મહેમાનોને પણ તોડ મામલે છોડ્યા નહોતા. સ્થાનિક લોકોના તોડથી નહી ધરાતી પોલીસે હવે બહારથી આવી રહેલા લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની છબી ખુબ જ ખરાબ થઇ રહી છે. જો કે પોલીસને છબીમાં નહી માત્ર રોકડમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT