ગાંધીનગર : અમદાવાદમાં હરાયા ઢોરનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. આખલાની અડફેટે અવાર નવાર લોકો ઘાયલ થાય છે અને કેટલાક કિસ્સામાં પોતાનો જીવ પણ ગુમાવે છે. આજે મહેસાણામાં આખલાની અડફેટે એક કવિને ગંભીર ઇજાઓ થયા બાદ હવે કમિશ્નરના રીડર પીઆઇને વાંદરાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે.
ADVERTISEMENT
પી.બી જાડેજા મોર્નિંગ વોક પર નિકળ્યાં અને વાંદરા પાછળ પડ્યાં
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જી.એસ મલિકના રીડર પી.આઇ પી.બી જાડેજાને વાંદરાઓનો કડવો અનુભવ થયો છે. તેઓ મોર્નિંગ વોક પર હતા ત્યારે અચાનક વાંદરાઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેથી વાંદરાથી બચવા માટે પી.આઇ ભાગ્યા હતા. જો કે ભાગતા તેઓ રોડ પર ગબડી પડ્યાં હતા. જેના કારણે તેમને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
જાડેજા એપોલો હોસ્પિટલમાં દાખલ
ઇજા એટલી ગંભીર હતી કે તેમના પગની ઢાકણી ભાંગી ગઇ હતી. જેના કારણે તત્કાલ તેમને એપોલો હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમના ઢીચણનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. હાલ તો પી.આઇ જાડેજા લાંબી રજા પર છે. સ્વસ્થય થયા બાદ ડોક્ટરી સલાહ અનુસાર ફરજ પર હાજર થશે. જો કે રખડતા ઢોરના ત્રાસનો કડવો અનુભવ હવે અધિકારીઓને પણ થવા લાગ્યો છે. અગાઉ નીતિન પટેલને પણ ગાયે હડફેટે લીધા હતા.
ADVERTISEMENT