અમદાવાદ: તાતેજરમાં અમદાવાદના ચાંદલોડિયામાં એક યુવકને ન્યૂડ વીડિયો કોલ દ્વારા સેક્સટોર્શનમાં ફસાવીને મેવાતી ગેંગે રૂ.8 લાખ પડાવી લીધા હતા. આ બાદ પણ વધુ પૈસાની માગણી કરવામાં આવતા ધમકીઓથી કંટાળેલા યુવકે આપાઘાત કરી લીધો હતો. આ અંગે સોલા પોલીસે ફરિયાદ નોંધીને રાજસ્થાન-હરિયાણા બોર્ડર પરથી સેક્સટોર્શનનું આખું સ્કેમ ચલાવતી મેવાતી ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે. જેમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.
ADVERTISEMENT
આરોપી માત્ર 7 ધોરણ ભણેલા હતા
આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તેઓ માત્ર 7 ધોરણ સુધી જ ભણેલા છે અને એક બે નહીં પાંચ પાંચ મોબાઈલ દ્વારા આખું સેક્સટોર્શનનું સ્કેમ ચલાવતા હતા. હવે સવાલ એ થાય છે કે, આરોપી છોકરા છે તો પછી અન્ય યુવકોને છોકરીના નામે ન્યૂડ કોલ કરીને કેવી રીતે ફસાવતા હતા?
છોકરીના નામે છોકરા જ ફોન કરીને યુવકોને ફસાવતા
આરોપીઓ લોકોને ફસાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. જેમાં એક ફોનથી પહેલા વીડિયો કોલ કરવામાં આવે છે. આ ફોનના કેમેરાને અન્ય ફોનની સ્ક્રીન પર સેટ કરવામાં આવે છે. જેવો કેમેરા ઓન થાય કે બીજા ફોનમાંથી પહેલાથી રાખેલો વીડિયો પ્લે કરવામાં આવે છે, જેમાં યુવતી કપડા ઉતરતા દેખાય એટલે સામેની વ્યક્તિ પણ પોતાના કપડા ઉતરવા લાગે અને સ્ક્રીન રેકોર્ડ કરીને તેને ફસાવી લેવામાં આવતો. આમ યુવના જ યુવતી બનીને ફોન કરીને ફસાવતા હતા. બાદમાં વીડિયો સામેની વ્યક્તિને મોકલીને તેને વાઈરલ કરવાની ધમકી આપવામાં આવતી. આમ લોકોને જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા.
કેવી રીતે ફસાવતા યુવાઓને?
સૌથી પહેલા આ રેકેટમાં કોઈપણ વ્યક્તિને રેન્ડમ કોલ કરતા અથવા સોશિયલ મીડિયાથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા આ બાદ વાત કરવાનું શરૂ કરવામાં આવતું. જેવી સામેની વ્યક્તિ તેમની વાતમાં ફસાય કે તેને ન્યૂડ કોલ કરવામાં આવતો અને તેને પોતાના કપડા કાઢવા કહેવાતું. આમ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરીને બાદમાં તેને ધમકી આપવામાં આવતી.
ADVERTISEMENT