અમદાવાદઃ જે સંતાન માવતરની જ જવાબદારી લેવા આગળ વધે તેને ક્યાં અટકવાનું થાય, બસ માતાને સાજી કરવાની લગન લાગ્યા પછી આ દીકરીને પોતાનું ડોક્ટર બનવાનું સપનું સ્પષ્ટ દેખાવા લાગ્યું અને આખરે તે તે રસ્તા પર ડગ માંડવા લાગી છે. આ વર્ષે ધોરણ 10ના પરિણામ જાહેર થયા છે. જેમાં 95.16 ટકા મેળવી ધોરણ દસની ક્રિષ્ના પોતાની માતાને બિમારીમાંથી બહાર કાઢવા ડોક્ટર બનવાના સપના સાથે આગળ વધી રહી છે. શાકભાજી વેચી પરિવારનું ગુજરાત ચલાવતા દિકરાએ પણ ધોરણ 10માં 90 ટકા પરિણામ મેળવ્યું છે.
ADVERTISEMENT
બાળકોએ કેવી સ્થિતિઓમાં મેળવ્યા સારા પરિણામ?
ધોરણ 10ના પરિણામની જાહેરાત સાથે વિદ્યાર્થીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તેનો અંત આવ્યો છે અને તેમાં ઉજળું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ જે ધાર્યું પરિણામ મેળવી શક્યા નથી તેમના માટે વધુ એક વખત પરિશ્રમ કરીને આગળ વધવાની એક તક ઊભી થઈ છે. આ દરમિયાન ધાર્યું પરિણામ મેળવવા માટે કેટલાક એવા વિદ્યાર્થીઓની વાત કરવી છે જેમના પરિશ્રમની વાત સાંભળી નિશ્ચિત જ આપને નવી આશાનું કિરણ દેખાશે. અમદાવાદની ક્રિષ્ના નાકરાણી કે જેના ધોરણ 10માં 95.16 ટકા આવ્યા છે. તેની કહાની એવી છે કે, તે એક ભાડાના રૂમમાં પરિવાર સાથે રહે છે. ક્રિષ્નાના પિતા જીન્સની ફેક્ટરીમાં કામ કરે છે. તેની માતા એપીલેપ્સીની બિમારીથી પીડાઈ રહ્યા છે. એક જ રૂમમાં રહેવા અને ભણવાનું કેટલું મુશ્કેલ છે તે આપ સમજી શકો છો. એક તરફ માતાની સાર સંભાળ રાખવી અને ભણવું તથા પરિવાર એક સાથે જ એક જ રૂમમાં રહે. છતા તેણે કોઈ પ્રકારની કમ્પલેઈન્ટસ કર્યા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું શરૂ રાખ્યું. તેની ઈચ્છા ડોક્ટર બનીને તેની માતાને સ્વસ્થ કરવાની છે. તેણીએ આ તરફના પહેલા ડગલા તરીકે પોતાના ધોરણ. 10ના પરિણામને હાંસલ કર્યું છે.
ગઠિયાઓ નજર ચૂકવી પૈસાની ઉઠાંતરી કરી ગયા, CCTVમાં ઝડપાઇ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
અન્ય એક વાત કરીએ તો તે છે અમદાવાદના જીગરની કે જે ધોરણ 10માં 90 ટકા મેળવી પોતાના પરિવાર માટે ગૌરવનું કારણ બન્યો છે. તે રાયપુર વિસ્તારની આશિષ વિદ્યાલયમાં ભણે છે. તેના પિતા શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જીગરે ગરીબી પણ જોઈ છે અને હવે તેને તે ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળ્યો છે. તેણે પોતાના ભણતરના રસ્તા પર ચાલી આ ગરીબીને જાણે દૂર કરવાનો નિશ્ચય કરી લીધો હોય તેમ તેણે ના કોઈ મોંઘા ટ્યૂશન, ના કોઈ પ્રાઈવેટ કોચિંગ. 100માંથી 100 માર્ક્સ ગણિતમાં મેળવ્યા છે અને કુલ 90 ટકા પરિણામ મેળવ્યું છે. જીગરને પણ ડોક્ટર બનવું છે. આશા છે કે બાળકો પોતાના સપનાઓ સાકાર કરી શકે તેટલો પરિશ્રમ કરવાની તકો અને શક્તિ તેમને મળે. જો પરિણામ નબળું આવ્યું છે તો ડરવાની કે હિંમત હારવાની જરૂર નથી, કે સંતાનોને દંડવાની જરૂર નથી. આને એ રીતે જોઈ શકો કે અહીંથી હવે ભવિષ્યમાં કેવા પરિણામ માટે કેટલી મહેનત કરવી. અહીં નિષ્ફળતાને સફળતાની સીડી સમજી આગળ વધવાની જરૂર છે.
ADVERTISEMENT