Ahmedabad News: બેફામ વાહન ચાલકો અમદાવાદના ઈસ્કોન બ્રિજનું નામ જ જાણે લોહીથી લખી નાખશે. ઈસ્કોન બ્રિજ પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ હિટ એન્ડ રનની ઘટના માં એક વ્યક્તિ મૃત્યુ પણ પામ્યો છે જ્યારે એક બાઈક ચાલકને પણ ફંગોળી નાખવામાં આવ્યો છે. બેફામ ચલાવતા કાર ચાલકે રાહદારી અને એક બાઈકને અડફેટે લઈ લીધા છે.
ADVERTISEMENT
ચૂંટણી આવી એટલે 200 રૂપિયા ગેસના ઘટાડ્યા, ક્યાં 400 અને ક્યાં 1100: શક્તિસિંહ ગોહિલ
રાહદારીને મળ્યું કરુણ મોત
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા તથ્ય પટેલ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. તે ઘટનાના પીડિતો હજુ પણ ન્યાયની ઝંખના કરી રહ્યા છે. ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઈસ્કોન બ્રિજ પર આજે એક બેફામ કાર ચાલકે એક બાઈક ચાલક અને અન્ય એક રાહદારીને અડફેટે લઈ લીધો હતો. આ વ્યક્તિ એટલો નિર્દયી કે તે અકસ્માત સર્જી ત્યાં ઊભો પણ રહ્યો ન્હોતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ યતેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું છે જે એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
ADVERTISEMENT