Ahmedabad News: કિટલી પર મળતી ચાની એક પ્યાલી તમને કેટલામાં પડી શકે? કદાચ તમે કહેશો 15 રૂપિયામાં , રૂ.20માં કે, રૂ.30માં, પણ અહીં અમદાવાદમાં એક બિલ્ડરને આ ચાની પ્યાલી 15.63 લાખમાં પડી છે. ના હોં, તમે વિચારો છો તેટલી મોંઘવારીના આ સમાચાર નથી. અહીં ચાની ચુસ્કીની પડતર કિંમતની વાત નથી, અહીં વાત જાણે એમ છે કે બિલ્ડરે ગાડીમાં રૂપિયા 15.63 લાખ રોકડા રાખી ચાની ચુસ્કી માણવાનું થયું અને તે સમયમાં ચોરો રૂપિયા સરકાવી ગયા છે. હવે સમજ્યા કે અહીં બિલ્ડર સાથે ચોરો મોટી રમત કરી ગયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે અને હવે પોલીસે આ ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
કેવી રીતે બન્યો બનાવ?
વાત એવી બની કે ગાંધીનગરમાં રહેતા ભુયંક પટેલ પોતાની કંસ્ટ્રક્શન કંપની ચલાવે છે. તેમણે હમણાં જ રણાસણ ટોલ ટેક્સ નજીક એક સાઈટ શરૂ કરી હતી. 28મી સપ્ટેમ્બરે તેઓ એક દુકાન વેચાણે આપ્યાના રોકડા રૂપિયા 20 લાખ મેળવી સાઈડનું કામ કરતા ધર્મેન્દ્રસિંહને તેમાંથી 1.37 લાખ ચૂક્વ્યા. આ પછી એક મિત્રને પણ 3 લાખ રૂપિયા આપ્યા. જે બાદ તેઓ અહીં મિત્ર પાસે સાઈટની નજીક આવેલી ચાની કીટલી પર ચા પીવા ગયા અને કારમાં બાકી રહેતા 158.63 લાખ જેટલી રકમ થેલીમાં મુકી દીધી અને કાર પાર્ક કરી દીધી. જોકે ચા પીને જ્યારે તેઓ અન્ય બિલ્ડરને રૂપિયા આપવાા હોવાથી કારની નજીક ગયા તો પાછળનો કાચ તૂટેલો હતો. અને ડ્રાઈવર સીટની પાછળ મુકેલી થેલી ગાયબ હતી.
Dinesh Dasa News: સરકારના માનીતા અધિકારી દિનેશ દાસાને મળ્યું એક્સટેન્શનઃ
પોલીસે નોંધી ફરિયાદ અને શરૂ કરી તપાસ
મતલબ કે ચોરો કારનો પાછળનો કાચ તોડી રૂપિયા ભરેલી થેલી સરકાવી ગયા છે તેવું સમજવામાં તેમને વાર લાગી નહીં. તેઓ તુરંત ચિંતામાં પડી ગયા અને ત્યાં હાજર તેમના અન્ય મિત્રોને પણ વાત કરી. આ મામલે આખરે તેમણે નરોડા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ લખાવી છે. આવી ઘટનાઓ ઘણી વખત બની ચુકી છે. કિંમતી સામાન કારમાં મુકી દીધા પછી ઘણી વ્યક્તિઓના કારના કાચ તૂટ્યા છે અને ઘણા લોકો તેમાં લૂંટાયા પણ છે. આવી ઘટનાઓથી સાવધ રહેવાની જરૂર છે. પોલીસે આ મામલામાં સીસીટીવી ફૂટેજ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT