Ahmedabad News: અમદાવાદના જ હજારો વાહન ચાલકો માટે આવા શખ્સો માથાનો દુખાવો બન્યા છે અને વધુ દુખાવો ઊભો કરે તે પહેલા અમદાવાદ પોલીસે ક્વીક એક્શન લઈ આ ગેંગનો પર્દાફાશ પણ કરી નાખ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગમાંથી બોલું છું એવું કહીને આ શખ્સો કહે કે ઈ મેમો ભરવાનો બાકી છે નહીં ભરો તો અટકાયત કરાશે અને પોલીસ ઘરે આવશે તથા પછી કોર્ટમાં પેનલ્ટી ભરીને દંડ ભરવો પડશે. આવું કહીને લોકોને ડરાવતા, પોલીસની દાટી આપતા અને ઈ ચલણ લેવાના નામે ફોન કરતી આવી ગેંગ સર્કિય થયાની ઘણા સમયથી બુમો આવી રહી હતી જેના પર પોલીસે ચાંપતી નજર રાખીને આજે આ ગેંગના ચહેરા પરથી પડદો ઉંચકી લીધો છે.
ADVERTISEMENT
કેવી રીતે ઝડપાયા આ શખ્સો
આ ગેંગના શખ્સો ઈ મેમો ભરવા માટે ઓરિજિનલ વેબસાઈટ છે તેવું કહીને ખોટી વેબસાઈટ પણ બનાવી હતી જેમાં ઈ મેમો લોકોને ભરવાનું કહેતા હતા. પોલીસ ઘરે આવશે તેવી બીકમાં લોકો આ વેબસાઈટ્સ પરથી મેમો ભરવા પણ લાગતા હતા. હવે પોલીસ કાર્યવાહી કરવાની વાત કરે તો સામાન્ય માણસ તો રીતસર આવા શખ્સોના શબ્દોના તાબે થઈ જ જતા હોય છે ભાગ્યે જ કોઈ જાગૃત નાગરિક ભટકાઈ જાય ત્યારે આવા શખ્સોના પરસેવા છૂટી જતા હોય છે. પોલીસે ટ્રાફિક પોલીસના નામે આવી રીતે ઈ મેમોના લોકોને દંડ ફટકારતા શખ્સને ઝારખંડથી દબોચ્યો છે. હાં, આપ જાણીને ચોંક્યા હશો પણ આ શખ્સ ઝારખંડથી ઓપરેટ કરતો હતો જેનું નામ સુધાંશુ ઉર્ફ ચીકુ મિશ્રા છે.
Rishi Sunak નું ‘જય સિયારામ’ સાથે સ્વાગત, કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેએ કર્યા રિસીવ
લોકોને કેવી રીતે ઉતારતા બાટલીમાં
પોલીસે સુધાંશુ મિશ્રાને ઝડપી પાડ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. તેની પુછપરછમાં જાણવા મળ્યું કે આ શખ્સો પહેલા અમદાવાદ ટ્રાફિક ફાઈન એવું ગૂગલમાં સર્ચ કરતા અને પછી સીટી પોલીસનું પેજ ખોલી તેમાં ઈ ચલણની સિસ્ટમ પર અમદાવાદ પાસિંગના વાહનોના નંબર રેન્ડમલી નાખતા હતા. જે વાનનું ચલણ ભરવાનું બાકી હોય તેને નોંધી લેતા અને પછી રોયલ સુંદરમ રિન્યુઅલ નામની વેબસાઈટ પર ઈન્સોરન્સ પેજમાં આ વાહનનો નંબર નાખી તેનો ચેચીસ નંબર મેળવી લેતા હતા. હવે ચેચીસ નંબર મળી ગયા પછી તે નંબરને પાછા M Parivahan એપ્લિકેશનમાં નાખતા અને ચાલકની તમામ ડિટેઈલ્સ મેળવતા તેમાં તેમને વાહન માલિકનો મોબાઈલ નંબર પણ મળી જતો હતો. હવે પછી આ શખ્સને ઈ મેમોના પેમેન્ટ માટે તેના નંબર પર કોલ કરતા હતા અને તેને દાટી આપતા હતા.
જો શખ્સ ડરીને ઈ મેમો ભરવા માટે તૈયાર થાય તો તેને પોતાની ખોટી વેબસાઈટ પર પેમેન્ટ કરાવતા હતા અને પાછું કહેતા કે ઈ મેમો આવનારા 72 કલાકમાં ક્લિયર થઈ જશે. જો ઓનલાઈન ભરવામાં ફ્રોડ થઈ રહ્યું હોવાનું નાગરિક જાણી જાય તો શખ્સો તેને નજીકના ટ્રાફિક પલીસ ગૂગલ પર સર્ચ કરી પોતાનો મેમો ત્યાં ભરી દેવાનું કહેતા હતા. દર થોડા દિવસે આ શખ્સો પોતે કોલ કર્યો હોય તેવા નંબરનું સીમકાર્ડ પણ તોડી નાખતા હતા.
કેવી રીતે સક્રિય થઈ આ ગેંગ
પોલીસે વધુ પુછપરછ કરી તો જાણકારી મળી કે આ શખ્સ અગાઉ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતો હતો. તે જ્યારે લોકડાઉનમાં કોલકત્તા ગયો ત્યારે તેની મુલાકાત રાજેશ નામના શખ્સ સાથે થઈ હતી. ત્યારે રાજેશે અમદાવાદ ટ્રાફિક પોલીસના ઈ મેમો ભરાવવાનું આ કામ કરતો હોવાની જાણકારી આપી અને સુધાંશુને પણ આ કામ કેવી રીતે કરવું તેની ટેકનીક શિખવાડી હતી. યુપીઆઈ આઈડી અને ખોટી વેબસાઈટની લીંક તેમને ઝારખંડનો કોઈ પલટન દાસ નામનો શખ્સ આપતો હતો. જે ઈ મેમોની 20 ટકા રકમ રાખી લેતો હતો. રાજેશ અને સુધાંશુએ સાથે કામ કર્યું, તે પછી સુધાંશુએ પોતાના મિત્ર સપ્તમકુમારને આવી રીતે તૈયાર કર્યો આમ આખી ગેંગ બની અને જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023 સુધી લોકોને આ રીતે બાટલીમાં ઉતાર્યા. લાખો રૂપિયા અત્યાર સુધી લોકોના પડાવી ચુક્યા છે.
ADVERTISEMENT