અમદાવાદઃ આમ આદમી પાર્ટીના નેતા, સહપ્રભારી અને રાજ્યસભાના સદસ્ય રાઘવ ચઢ્ઢા હાલમાં ગુજરાતમાં પાર્ટી માટે સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યા છે. ઠેરઠેર સભાઓ, રોડ શો, રેલીઓમાં તેઓ જોડાયા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરવા તેઓ આવ્યા હતા. તેમણે અહીં એક રોડ શો આયોજીત કર્યો હતો. જોકે તેમાં લોકોની પાંખી હાજરી અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢા નરોડાના લગભગ દરેક રોડ પરથી નીકળ્યા
અમદાવાદના નરોડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ નરોડાના પાર્ટીના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી માટે પ્રચાર કર્યો હતો. દરમિયાન તેઓ રોડ શોમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નરોડામાંથી જ ભાજપના ભ્રહ્માસ્ત્ર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જ રોડ શો શરૂ કર્યો હતો. રાઘવ ચઢ્ઢાએ આ રોડ શો દરમિયાન નરોડા વિસ્તારના લગભગ મોટા ભાગના વિસ્તારોને કવર કરતાં દરેક રસ્તે ફર્યા હતા. જોકે અહીં સ્થિતિ એવી હતી કે બહુ મોટી મેદની ઉમટી આવી ન હતી. નરોડા વિસ્તારમાં જ્યાં હમણાં જ લોકોએ સ્થાનીક નેતાઓના રોડ શો જોયા છે. તેમાં જેવી પાંખી હાજરી જોવા મળી તેવી જ રેલી અહીં આજે પાર્ટીના સ્ટાર પ્રચારકની જોવા મળી છે. મતલબ કે જેટલો અંદાજ હતો રાઘવ ચઢ્ઢાની રેલીને લોકોના પ્રતિસાદનો તો તે અહીં ઓછો જોવા મળ્યો હતો. રોડ શો દરમિયાન આસ પાસની જનતા પણ ભાગ્યે જ જાણે રસ લેતી હોય તેમ જોવા મળ્યું હતું.અહીંનું જનજીવન જેમ છે તેમ સામાન્ય ચાલી રહ્યું હતું, લોકોની અવરજવર હતી, ઘણી મહિલાઓએ શાકભાજી લેવામાં વ્યસ્ત રહી રેલી તરફ નજર સુદ્ધા કરી ન હતી. હા ટ્રાફીક વ્યવસ્થાની થોડી સમસ્યા જરૂર થઈ હતી કારણ કે ધીમે જતા રોડ શો અને તેની સાથે જોડાયેલા પાર્ટીના કાર્યકરો અન્ય વાહનો પર હતા.
ADVERTISEMENT